________________
૯૫– શ્રી નેમ રાજુલની સઝાય છે | ( નદી યમુના કે તીર ઉડે દેય પંખીયાં – એ રાગ). પિયુજી પિયુજી રે નામ જપું દિન રાતીયાં, પિયુજી ચાલ્યા,
પરદેશ તપે મેરી છાતીયાં પગ પગ જેતી વાટ વાલેસર કબ મિલે, નીર વિછોયાં
મીન કે તે જવું ટળ વળે. . ૧ સુંદર મંદિર સેજ સાહિબ વિણ નવિ ગમે, જિહાં રે
લાલેસર નેમ તિહાં મારું મન ભમે, જે હવે સજજન દૂર તેહી પાસે વસે, કિહાં પંકજ
કિહાં ચંદ દેખી મન ઉલસે. ૨. નિનેહી શું પ્રીત મ કર કે સહી, પતંગ જલાવે દેહ.
દીપક મનમેં નહીં, વહાલા માણસને વિયેાગ ન જે કેહને, સાલે રે સાલ
સમાન હૈયામાં તેહને. એ ૩ વિરહ વ્યથાની પીડ, યૌવન વયે અતિ દહે, જેને પિયુ
પરદેશ તે માણસ દુઃખ સહે, જુરી ઝુરી પંજર કીધ કાયા કમલ જિસી, હજીએ જુએ ન
નયણે હસી. કે ૪ જેહને જેહશું રાગ ટાલ્યો તે તે નવિ ટલે, ચકવી.
રયણી વિજોગ તે તે દિવસે ભલે આંબા કે સ્વાદ લીંબુ તે તે નવિ કરે, જે નાહ્યા
- ગંગા નીર તે છિલર જલ કિમ તરે. . પ .