________________
૧૯
પ્રકાશનમાં પણ મુખ્ય સહકાર શ્રી ચીમનભાઈને જ છે. તે તેમની જ્ઞાન ભક્તિની ભાવના પ્રગટ કહી આપે છે.
ખંભાત તો તેઓશ્રીનું વતન હોવાથી ત્યાં ઉદારતા બતાવી એટલું જ નહિં મુંબઈ તેમજ બીજા શહેરો અને તીર્થોમાં પણ તેઓએ સારી એવી ઉદારતા બતાવી છે.
તેઓશ્રી આ પ્રમાણે સામાજિક અને ધાર્મિક કાર્યો કરતા હતા જાણે તદ્દન નાની જીદગી લઈનેજ ન આવ્યા હોય તેમ એકાએક સં-૨૦૨૧ના ફાગણ સુદી ૭ ના દિવસે મોટર એકસીડંટ થતાં આઠમના રોજ તેઓશ્રીએ જીવનમાં મેળવેલી આધ્યાત્મિક કેળવણું રૂપ નવકારમંત્ર સ્મરણ કરતાં સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં આવા ઉદારદિલ અને માર્ગદર્શક આત્માની મહાન ખોટ પડી છે.
તેઓશ્રીના ધર્મ પત્નીથી પુષ્પાબેનને તેમજ તેમના કુટુંબી જનોને તેઓશ્રીની ખોટ લાગેજ એ સ્વાભાવિક છે.
શાસન દેવ તેઓને આત્મા જ્યાં હોય ત્યાં સહાયક બને એવી પ્રાર્થના કરીએ છીએ.
એજ લી. પંડિત શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી. ખંભાત–