________________
ધર્મનિષ્ઠ અખંડ સેવાભાવી શ્રી ચીમનલાલ
-વાડીલાલની ટૂંક જીવન રેખા. જ્યાંથી મેક્ષ માર્ગ અવિરત ચાલુ છે. તેવા ચૌદરજજુલકના અસંખ્યાતભાગરૂપ માનવ ક્ષેત્રમાં પણ ત્રણ ભુવનમાં જેની સમાનતા ન મળે તેવા શત્રુંજયતીર્થને લલાટ રૂપ ધારણ કરતા, ભારતવર્ષનાં મનોહર ગુજરાત પ્રદેશમાં એક અનોખું વ્યકિતત્વ ધરાવતું બંદર ખંભાતબંદર. જે ખંભાતને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, કુમારપાળ અને ઉદામહેતાની ઉચ્ચત્તમ જિનધર્મ વાસિત છાયા મળી હતી, જે ખંભાતમાં વસ્તુપાળ તેજપાળની વેપારી કલા અને શૌર્યકલા ભરેલી હતી.
જે ખંભાતમાં નવાંગી ટીકાકાર અભયદેવ સૂરિજી મહારાજે “શ્રી જયતિથ્રણ” સ્તોત્રથી પ્રગટ કરેલ સ્થંભન પાર્શ્વનાથને પ્રગટ પ્રભાવ અને અપૂર્વ ચમત્કારિતા હતી, વળી રાજીયા વાયા, મોતીશા શેઠ એમ અનેક ધનિક વેપારીઓના વાસરૂપ હતું, અને જેમાં ઋષભદાસ કવિનું કવિત્વભયું હતું,
અર્વાચીન કાળમાં પણ જ્યાં સ્થાવરતીર્થરૂપ ૬૫ ગગનચુંબી જિનાલયો અને જંગમતીર્થ સ્વરૂપ શાસન સમ્રાટુ નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ અનેક આચાર્ય પુંગવોની અવારનવાર પધરામણુ થતી હતી.
વળી અર્વાચીન ખનિજ પદાર્થોથી પણ ખંભાત જગમશહુર બન્યું છે. એવા આ બંદરમાં વસ્તીની મધ્યમાં આવેલા ગંબ્રકવાડાં નામના મહોલ્લામાં એક અતિ પ્રતિષ્ઠા-ધરાવતા શ્રી વીશાપોરવાડ જ્ઞાતીય વખતચંદ વીરચંદ- ના કુટુંબમાં જેમણે એક શુભ દિવસે