________________
ચરિત્રનાયિકા પ. પૂ-ગુરૂણીજી મહારાજ સાહેબ લગભગ આડત્રીસ - વર્ષ પર્યત ઉજજવળ ચારિત્રની આરાધના કરી જેન સમાજ ઉપર અનેક પ્રકારના ઉપકાર કર્યા છે. આવા વિદ્વાન અને પ્રભાવિકા સાધ્વીજીની સારાયે જૈન સમાજને ઘણી જરૂર હતી. પરંતુ કાળ ધર્મ પહેલાં બે એક વર્ષથી હાર્ડનું દરદ ચાલુ થાય છે. અનેક ઔષધ ઉપચારો કરવા છતાં પણ દિનપ્રતિદિન દરદ વધતું જાય છે. દરદની સાથે ગુણીજી. શ્રીની સહનશીલતા પણ ખુબજ વધતી જાય છે, અંતે તીર્થાધિરાજ શ્રી શંત્રુજયની યાત્રા કરી અમદાવાદ પધારે છે. અને સં-૨૦૧૩ના કારતક વદ અમાવાસ્યાના દિવસે વીર વીરનું સ્મરણ કરતાં જીવન દીપ “બુઝાઈ જાય છે.
એકમના દિવસે ભવ્ય શમશાન યાત્રા નીકળે છે. જેમાં ખંભાત - અને મુંબઈથી શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ તથા શેઠશ્રી હીરાલાલ
પરશોતમદાસ વિગેરે તેમના કુટુંબીજને અને બીજા પણ અનેકભક્તિ* ભાવવાળા ભાઈ બહેને અમદાવાદ આવી મૃત દેહના દર્શન કરે છે.
અને જય જય નંદા જય જય ભદ્દાના અવાજ સાથે તેમનો દેહ અંતિમ વિધિને પામે છે.
તેઓશ્રીના કાળધર્મ નિમિત્તે અનેક સ્થળોએ ઓચ્છવ –મહોત્સવો * ઉજવાયા હતા. રાજનગર ઘુસાપારેખની પોળમાં શ્રી ધર્મનાથજીના મંદિરમાં તેમ જ ખંભાતમાં તેમના કુટુંબીજને શેઠશ્રી કસ્તુરભાઈ અમરચંદ તરફથી ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ શાંતિસ્નાત્ર સાથે ઉજવાયો • હતો. પૂ. ગુરૂણીજીશ્રીની આ ટૂંક હકીક્ત દરેકને અનુકરણશીલ બને -એજ અભિલાષા.
સંગ્રાહક-માસ્તર-રામચંદ-ડી-શાહ-ખંભાત