________________
કરીએ તે ખરેખર ગ્રંથના 2
ભરાય તેમ છે.
તેઓના સમુદાયમાં વર્તમાન કાળે પણ અનેક વિદ્વાન, ત્યાગી,. તપરિવ અને પ્રભાવક સાધ્વીજીઓ સુંદર પ્રકારે સંયમી જીવન જીવી , રહયાં છે.
ખંભાતના વતની વિસા પિોરવાડ જ્ઞાતિય શ્રી ચીમનલાલ ચુનીલાલ: તથા તેમના ધર્મ પત્નો શનિબેન ઘણાંજ ધર્મ શ્રદ્ધાળુ હતાં. શનિબેન: અનેક જાતની મુશ્કેલીઓમાંથી પસાર થઈ પૂજ્ય ગુરૂજી શ્રી પાસે સંયમ અંગીકાર કરી શ્રી રૈવતશ્રીજી નામ ધારણ કરે છે; તેઓ શ્રી જ્ઞાન-દયાનમાં નિરંતર ઉદ્યમશીલ હતા. છેલું ચાતુર્માસ ખંભાત પધારે છે. પરંતુ કાળની ગતિ વિચિત્ર છે, ખંભાત આવ્યા બાદ માત્ર. વિશજ દિવસ બાદ સવારનું પ્રતિક્રમણ કરી હાઈ ફેઈલથી સમાધિપૂર્વક કાળધર્મ પામે છે. શ્રી ચીમનલાલભાઈ પણ ૫–પૂ-સિ–મ–આ–દે. શ્રીમદ્દ વિ. પ્રેમસૂરીશ્વરજી પાસે દીક્ષિત થયેલા હતા. તેઓશ્રી પણ વિશુદ્ધ ચારિત્ર પાળી કાળધર્મ પામેલા છે.
આ પુસ્તક પ્રકાશન પણ પૂરેવતશ્રીજી મહારાજના શિષ્યા: પુ-ચારિત્રશ્રીજી મહારાજને જ આભારી છે, જેઓ ૧૯ વર્ષની વયે. દીક્ષિત થયેલાં અને જ્ઞાન ધ્યાનમાં ઉદ્યમશીલ રહેવા સાથે તપસ્વી પણ છે. જેઓએ મા ખમણ, સોળ, પંદર, અઠ્ઠાઈઓ, વરસીતપ. તેમજ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નવાણું યાત્રા, ઉપરાંત કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને ગુજરાત વિગેરેમાં વિહાર કરી યાત્રાનો સારો લાભ લીધેલ છે. પૂ. રેવતશ્રીજી મહારાજના બીજા સાધ્વીજીઓ પૂદેવાનંદ શ્રીજી, પૂ-કાંતપ્રભાશ્રીજી અને પ્રશિષ્યા પૂ. કુમુદશ્રીજી મહારાજ તથા પૂ–પુ દયાશ્રીજી મહારાજ પણ આ બાબતમાં સારો રસ લઈ રહયાં છે.