________________
૧૫૧
કઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખા પામી ભરથાર : કોઈ કહે પુન્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલ નારી
છે ૫૩ છે. એમ અન્યોન્ય વાદ વદે છે, મોઢાં મલકાવી વાત કરે છે ! કોઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી
છે ૫૪ કોઈ કહે અમારા બળદ છેભારી, પહેચી ન શકે દેવ મોરારિ ! એવી વાતેના ગપાટા ચાલે, પિતપોતાના મગનમાં મહાલે.
|
| પપ બહોતેર કલાને બુદ્ધિ વિશાલ, નેમજી નાહીને ધરે શણગાર પહેર્યા પીતાંબર કરકસી જામા, પાસે ઉભા છે તેમના મામા
માથે મુગટ તે હીરલે જડીયે, બહુ મૂલો છે કસબીનો ઘડીયે ભારે કુંડલ બહુમૂલાં મોતી, શહેરની નારી નેમને જેતી.
છે પ૭ | કઠે નવસેરો મેતીનો હાર, બાંધ્યાં બાજુ બંધ નવ લાગી વાર દશે આંગળીએ વેઢને વીંટી, ઝીણી દીસે છે સોનેરી લીંટી
છે ૫૮ છે હીરા બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળાં પહેરે વરરાજા મેતીને તેરે મુગટમાં ઢળકે, બહુ તેજથી કલગી ચળકે
૫૯ રાધાએ આવી આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાજી