SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ નેમજી કહે સાંભળે હરિ, મેં તે અમસ્તી રમત કરી; અતુલી બળ દીઠું નાનુડે વેશે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે. છે ૧૭ છે ત્યારે વિચાર્યુ દેવ મેરારિ, તેને પરણાવું સુંદર નારી; ત્યારે બળ એનું ઓછું જે થાય, તે તે આપણે અહીં રહેવાય. છે ૧૮ ! એ વિચાર મનમાં આણી, તેડયાં લક્ષ્મીજી આદે પટરાણી; જલકીઠા કરવા તમે સહુ જાનેમને તમે વિવાહ મનાવે. - ૧૯ છે ચાલી પટરાણું સર્વે સાજે, ચાલો દેવરીયા નાવાને કાજે; જલક્રીડા કરતાં બોલ્યાં રૂમણી, દેવરીયા પરણે છબીલી રાણી. | ૨૦ || વાંઢાં નવી રહીયે દેવર નગીના, લાવો દેરાણી રંગના ભીના; નારી વિના તે દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું. ( ૨૧ ) પરણ્યા વિના તે કેમ જ ચાલે, કરો લટકો ઘરમાં કોણ માલે; ચુલો કુંકશે પાણીને ગળશે, વહેલા મોડાં તો ભોજન કરશે. છે ૨૨ છે બારણે જાશે અટકાવી તાળું, આવી અસુરા કરશે વાળુ; દીવાબત્તી કોણજ કરશે, લીંપ્યા વિના તે ઉકેરી વળશે. || ૨૩ છે
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy