________________
ઉપદેશક વચનામૃત”
સંસારને સંબંધ ત્યાજ્ય છે. સંબંધીઓ ખાતર ભવ દુઃખમાં સબડયા કરવું એ મેહના ચાળા છે. અને વાસ્તવિક વસ્તુ સ્વરૂપનું અજ્ઞાન છે.
a સંચય કરવાની વૃત્તિ તે આંખ વિનાની કીડીઓમાં પણ રહેલી છે. જ્યારે દાન-ત્યાગ તે દેવને પણ દુર્લભ છે.
કઈ પણ સત્ કાર્યની સિદ્ધિ કરવી હોય તે સૌથી પહેલાં તેની દ્રઢ ઈચ્છા જોઈએ. પછી પ્રવૃત્તિ કરવી જોઈએ, પ્રવૃત્તિ કર્યા બાદ ગમે તેવા વિનિ આવે તે પણ સ્થિરતા જોઈએ, પછીથી સિદ્ધિ થાય છે. - સારે માણસ તે કહેવાય કે જે, કેઈની પાસે પગલિક પદાર્થોની યાચના કરે નહિ. અને કેઈની એગ્ય યાચનાને શક્તિ હાયતે ભંગ કરે નહિ. પોતે દુઃખ વેઠીને પણ બનતે પરેપકાર કર્યા જ કરે.
આ માણસ જ્યારે પૈસા કરતાં પ્રતિષ્ઠાને વધારે મહત્ત્વ આપત થાય, ત્યારે તે પ્રમાણિક બની શકે છે. અને પ્રતિષ્ઠા કરતાં પણ પાપના ભયને વધારે મહત્ત્વ આપતે થાય ત્યારે જે તે ધર્માત્મા બની શકે છે.
સંગ્રાહક, માસ્તર, રામચંદડી-શાહ-ખંભાત.