________________
૧૮
હેમ લઘુવૃત્તિ, તથા પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા વિગેરે અને ધામિકમાં પણ ઠીક અભ્યાસ કર્યો. આ પ્રમાણે છ વર્ષ વ્યતીત થયાં પછીથી બાવીસ વર્ષ જેટલી નાની વયમાં જ શ્રી ચાન્નિશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ચારિત્રશ્રીજી ખૂબ વિનયી બુદ્ધિશાળી અને નમ્ર સ્વભાવનાં હતાં. મહેદયશ્રીજીની જોડી તૂટી ગઈ તે પણ તેઓ હતાશ નહિ થતાં અભ્યાસનું કામકાજ ચાલુ જ રાખ્યું અને કેટલાંક સંસ્કૃત કાજો અને ધાર્મિક વાચનમાં આગળ વધ્યાં. અત્યારે પણ તેઓશ્રીને અભ્યાસ ચાલુ જ હોય છે.
તપશ્ચર્યા પણ–દેઢમાસી, બેમાસી, અઢીસાસી, ત્રણમાસી, ચારમાસી, છમાસી, વીશસ્થાન, તેરકાઠિયાના અઠમ વર્ધમાન તપની (૩૫) એળીઓ નવપદજીનીએળીઓ, છ ઉપવાસ, નવ ઉપવાસ, સેળ ઉપવાસ, માસ ખમણ, સિદ્ધિતપ, ચત્તાર અડું દસ દેય, કર્મસૂદન તપની ઓળીઓ, ચૌદપૂરવને તપ, અઠાવીસ લબ્ધિને તપ, પિસ્તાલીસ આગમને તપ, વીસ ભગવાનના ચતા ઉતરતા એકાસણ, અને નવકારને તપ વિગેરે નાની મોટી ઘણી તપશ્ચર્યાઓ તેઓએ કરેલી છે. -
આ ઉપરાંત પાલીતાણુમાં નવાણું યાત્રા અને ચાતુસને પણ લાભ લીધે છે.
મારવાડ, મેવાડ, ગુજરાત, કાઠીયાવાડ અને મુંબઈ વિગેરે સ્થળોએ વિચરી અનેક માણસને પ્રતિબંધ કર્યો છે.' અને રાત્રિભૂજન કંદમૂળ વિગેરેને ત્યાગ કરાવી. દેવ ગુરૂ