________________
૧૭
શેઠશ્રી દલપતભાઈ ખુશાલચંદના પુત્ર શ્રીબાપુલાલભાઈ સાથે તેમનું લગ્ન કરવામાં આવ્યું. બાપુલાલભાઈ પણ સંસ્કારી, ધર્મપ્રેમી અને કેમળ સ્વભાવના હતા. જીવન દરેક રીતે સુખી હતું પરંતુ ભાવિમાં શું નિર્માણ થયેલું છે તે કર્મની વિચિત્રતાના યોગે કેઈથી સમજી શકાતું નથી. આ નિયમાનુસાર શ્રી બાપુલાલભાઈ પણ નાની વયમાં જ આ નશ્વર દેહને છોડીને ચાલ્યા ગયા. લક્ષમીબેનને ભારે આંચકે લાગે છતાં ધર્મના ઉચ્ચ સંસ્કારને લઈ તેઓ કેઈપણ જાતના વિષાદ કે કલ્પાંતમાં પડયાં નહિં. પરંતુ ધર્મક્રિયા અને જ્ઞાનાભ્યાસમાં વિશેષ ઉદ્યમશીલ રહેવા લાગ્યાં.
ચારિત્ર લેવાની પ્રબળ ભાવના હેવા છતાં પણ સાસુ સસરા અને સ્વજન સંબંધીઓએ રજા આપી નહિં. અને સત્તર વર્ષ પર્યત ગૃહસ્થાશ્રમમાં જ રહીને ચારિત્ર ધર્મની વિશેષ તૈયારી કરવા લાગ્યાં. અંતે બધાંની અનુમતિ મેળવી સં. ૧૯૯૦ ના માગશર વાદિ સાતમના શુભ દિવસે ચારિત્ર અંગીકાર કર્યું અને શ્રી પાર્ધચંદ્રગચ્છીય શ્રીભ્રાતૃચંદ્રસરીશ્વરજીના પ્રથમ શિષ્યા પરમત્યાગી સાધ્વીજી શ્રી ચંદનશ્રીજી મહારાજના શિષ્યા બની શ્રી મહોદયશ્રીજી નામ ધારણ કર્યું.
આજ સાલમાં ફાગણ સુદી ૩ ના દિવસે ઉનાવાવાળા શ્રી કાલીદાસભાઈની સુપુત્રી ચંદ્રાબેને સોળ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી. અને શ્રીમહોદયશ્રીજીના શિષ્ય બન્યાં, તેમનું નામ ચારિત્રશ્રીજી રાખવામાં આવ્યું. પછીથી ગુરૂશિખ્યા. બનેએ સાથે જ અભ્યાસ ચાલુ કર્યો અને સંસ્કૃતમાં બે બુક