________________
શ્રી બ્રાતૃચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના હાથે ખંભાતમાં વિ. સં. ૧૫૮ના મહા સુદ તેરસ ને ગુરૂવારના દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારપછી ગુરુરાજ પાસે રહી સાધુના આવશ્યક ક્રિયાને સૂત્રો, જીવવિચારાદિક પ્રકરણો, પાણિનીય વ્યાકરણ, સિદ્ધાંત કૌમુદી, રઘુવંશાદિ કાવ્ય, સાહિત્ય, કેશ, તર્કસંગ્રહ ન્યાય, છંદ, પિંગલ) જ્યોતિષ સંબંધી વિવિધ શાસ્ત્રને અભ્યાસ કર્યો હતો. તદુપરાંત દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, શ્રી ભગવતી આદિ પીસ્તાલીસ આગમ, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, શ્રીપાલચરિત્ર અને શ્રી શાલીભદ્રચરિત્ર મહાકાવ્ય વગેરે મહાન પુરૂષના જીવન ચરિત્રોને પણ અભ્યાસ કર્યો હતો. અને ભગવતીસૂત્ર આદિ આગમ ઉપર પોતાની વિવેચનાત્મક રસપ્રદ શૈલીથી વ્યાખ્યાને દ્વારા જનતાને સારે લાભ આપ્યું હતું. તેઓશ્રીએ ગુજરાત, કાઠીયાવાડ, (સૌરાષ્ટ્ર) મેવાડ, મારવાડ, કચ્છ, વિગેરે પ્રદેશમાં વિહાર કરી અનેક ભવ્યાત્માઓને દેશવિરતિ સર્વ– વિરતિ બનાવ્યા અને પ્રતિષ્ઠા કરાવી જૈનશાસનને વિજ્ય ધ્વજ ફરકાવ્યું હતું. તેઓશ્રી ચૈત્યવંદન સ્તુતિ સ્તવન ચોવીસી, શ્રીમન્નાગપુરીય બૃહત્ તપાગચ્છની પટ્ટાવલી, શ્રીપંચપ્રતિકમણુસૂત્ર શાસ્ત્રી તથા ગુજરાતી, સ્તવન– સંગ્રહ, ગુરૂઅષ્ટપ્રકારી પૂજાસંગ્રહ. ભાગ – ૧. શ્રી શત્રુંજયતીર્થાદિસ્તવનસંગ્રહ, સપ્તપદીશાસ્ત્ર, શ્રી જીતેન્દ્રનમસ્કારાદિસંગ્રહ, રાસસંગ્રહ, સ્વાધ્યાયપ્રકરણરત્ન ભાગ-૧, પ્રશ્નોત્તર પ્રકાશ ભાગ – ૧ – ૨. પડદ્રવ્યનવસ્વભાવાદિ તથા સુર દીપિકા પ્રકરણસંગ્રહ સંક્ષિપ્ત બારવ્રતની ટીપ ઈત્યાદિ