________________
[ ૩૮ ] વખતે વગરબેલાવે ચલાવે રાવમંડલિક સુલતાનની સેવામાં હાજર થયો અને અરજ કરી કે, જે સેવા ૮૭૪ હિજરી. સુલતાન ફરમાવે તે બજાવવા તૈયાર છું. આવા આજ્ઞાંકીતને વગરકસુરે શાવાતે હેરાન કરે જઈએ, સુલતાને ફરમાવ્યું કે, ઈશ્વર અજ્ઞાનતાસરખી બીજી કઈ કસુર છે ? જો તારે રક્ષણ જોઈતું હેય તે ઇશ્વરજ્ઞાનના કને ઉચ્ચાર કર, તે તારું રાજ્ય તારી પાસે જ રહેશે નહીતો પાયમાલ થઈ રખડી રવડી મરી જઇશ. આ સાંભળી રાવમંડલી રાતે રાત નાસી કિલ્લામાં ગયો, ત્યાં જઈ યુદ્ધની સામગ્રી કરવા લાગે. કેટલીક મુદત વિત્યાબાદ કિલ્લામાં ખોરાકી ખુટી, તેથી તેણે સુલતાનને ઘણીજ નમ્રતાપૂર્વક અરજ કહાવી કે “મારો પ્રાણ બચાવો.” આ સાંભળી સુલતાને તેની મુસલમાન થવાની શરતથી કબુલ કર્યું. જેથી રાવમંડળ કિલ્લાની હેઠળ આવી કિલ્લાની તમામ કુચીઓ સુલતાનની સેવામાં મુકી દીધી. સુલતાને ખુદાઇ કલમાન ઉચ્ચાર કર્યો એટલે રાવમંડલિકે તરતજ પ્રત્યુત્તર આપ્યો. (કલમે પ).
સને ૮૭૭માં કિલો ફતેહ થયો, કેટલાક રાવમંડલિકના મુસલમાન થવા વિષે એવું કહે છે કે જ્યારે સુલતાન મેહેમુદની સાથે તે અહમદાબાદમાં આવ્યો ત્યારે શહેઓ- ૮૭૭ હિજરી. લમ સાહેબની સેવામાં ઇસ્લામની આબરૂ પામ્યો. મિરાતે સિકંદરીમાં તે પ્રમાણે વર્ણન છે અને તેની કબર કાળુપુર જતાં રસ્તા ઉપર જમણે હાથે છે એવું પ્રસિદ્ધ છે. ત્યારપછી ઉંચી પદવીના સયદો, ઉંચી કેળવણી ના વિકાને, મુસલમાની ધર્મશાસ્ત્રના ન્યાયધિશો એટલે કાજીઓ અને હરામ કામો અટકાવનાર અધિકારીઓ કે જે મુહમ્મદી ધર્મના કં 1 ઉંચો કરનાર છે તેવાઓને દરેક દેશ તથા શહેરોથી બોલાવી સોરઠની સરકારમાં નિમાં શહેર એ બાદ કરવા તરફ લક્ષ લગાડ્યું, અને જગત જશ ગાય એવો કિલ્લો બનાવ્યો, ઉંચા સુંદર મેહેલ બંધાવ્યા, તેવી જ રીતે દરેક અમીરોએ પણ હુકમ પ્રમાણે ઇમારતે કરી. થોડા જ દિવસમાં એક વિશાળ વૈભવી શેહેર જે અહમદાબાદ કહી શકાય તે આબાદ થઈ ગયું–તેનું નામ-મુસ્તફાઆબાદ રાખ્યું–રાવમંડલિકને ખાનજહાંનું માનનામ આપી જાગીર બખશીશ કરી, સોનાની મુર્તીઓ જે
૧ કંઈ ઓળમાં.