SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪ ] રમજાન સને ૧૩ હિજરીમાં એહમદખાં, સુલતાન અહમ નામ ધારણ કરી તખ્તઉપર બિરાજ્યો. પહેલું તોફાન જે આ રાજમાં ઉભું થયું તે સુલતાનના પિત્રાઈ ભાઈ મોદુદ બિન ફિરોઝખાનનું હતું અને તે વખત તે વડોદરામાં હુકુમત કરતે હતો. ફરતા હોકારોને ૮૧૩ હીજરી. ” મળી જઈ હુંપદના અભિમાનમાં કોઈને ગણતો નહોત, તે સુલતાનની સામે થયો, સુલતાન લશ્કર લઈ તેની સામે થયો, ભારે કાપાકાપી પછી બે વખત હાર પામી દુદ પાછે પગે નાઠા અને ભરૂચના કિલ્લામાં ભરાઈ બેઠે, છેવટે ત્યાંથી સુલતાનને શરણે આવ્યો. સુલતાન ત્યાંથી પાછા ફરતી વખતે જ્યારે અસાવલ કસબામાં પહોંચે ત્યારે તેણે આશા ભીલને તાબે લેવાની ગોઠવણ કરી. એજ લાભકારી વર્ષ માં તત્વ શોધકોના શ્રેષ્ઠ સત્યવાદીઓના દીપક શેખ એહમદ ખટુ ગંજબખશની આજ્ઞા લઈ મહા વિશાળ એહમદાબાદ શેહેર બાંધવાનું કામ પ્રારંળ્યું, એની લંબાઈ પિહોળાઈના વિસ્તારનું વર્ણન જે ખુદા સહાય થશે તે આ પુસ્તકની સમાપ્તિ (બીજા ભાગ) માં કરીશું. સને ૮૧૪ માં ઇડર ઉપર ચઢાઈ કરી ત્યારે ત્યાંનો રાજા નાસી ગયો તેથી પિતાના કૃત્યથી ઝંખવાણો પડી સંતપકારી ખંડણ કબુલ કરી, મુલતાને તેની કસુરોની ૮૧૪ હજરી. ક્ષમા કરી. હવે એ જાણવું જોઈએ કે ગુજરાત દેશના દર્પણને અધર્મી કાટ લાગેલો તેને સુલતાન અલાઉદીનની પાણીવાળી તલવારે દુર કર્યો. જો કે પાટણ શહેરથી ભરૂાના કિલ્લા સુધી જે પ્રકાશ ફેલાયો હતો, તેમ આસપાસ અધર્મનું અંધારું થઈ રહ્યું હતું તે છેવટે ગુજરાતી સુલતાનના પ્રયત્નથી ધીમે ધીમે ચોખું અને ચળકાટ મારતું થઈ રહ્યું તેમાંથી કેટલાંક મથકે, સુલતાન અહમદની મહેનતથી ઇસલામનો પ્રકાશ પામી ચકચકિત થઈ ગયાં. ૧ અમદાવાદ (એહમદાબાદ) ગજ વસાવેલું. ૨ સરખેજના મોટા રાજવાળા પીર. ૩ ખરો શબ્દ-અહમદઆબાદ છે. અમદાવાદ નિરર્થક છે.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy