________________
૨૧ ] મુદશાહ પણ દિલીથી નાસી ગુજરાતમાં આવી પહોંચે. અહીં એનું કંઈ ન વળ્યાથી નિરાશ થઈ માળવે ગયો, જ્યારે સાહેબેકિરાન તમુરશાહ હિંદુસ્તાનની મરકંદ તરફ ગયો, અને ઇકબાલખાન પાછો આવી દિલી ઉપર કબજે કરી બેઠો, ત્યારે તાતારખાંએ પોતાના પિતાને કહ્યું કે ખુદાની કૃપાથી આપણી પાસે ઘણું લશ્કર છે, અને પુરી સત્તા છે, હવે મને એમ ડીક જણાય છે કે ઈકબાલખાનથી વેર લઈ દિલ્લીને તેનાથી મુકત કરીએ. કેમકે રાયપર કેઈને વારસો નથી, ઝફરખાંએ પર્વ વિચાર અને કેટલાંક કારણોને લીધે એ સલાહ પસંદ કી નહીં, તેમાં ભારે વાદવિવાદ થઈ ઝફરખાંએ રાજનો ત્યાગ કરી, લાવ લકર, સારસરે જામ, ઠાઠમાઠ સઘળું પિતાના પુત્રને આપી એકાંત સ્થિતી પસંદ કરી.
પરંતુ ખરી હકીકત એ છે કે તાતારખાં પિતાના પિતાને કેદમાં નાખી મુહમ્મદશાહ નામ ધારણ કરી સને ૮૦૬ હિજરી જમાદીઉલ અવ્વલ માસમાં અસા. સને ૮૦૬ હિજરી. વલ કસબામાં તખ્ત ઉપર બેઠે અને લાવલશ્કર શણગારી, તેજ અઠવાડીઆમાં નાંદોદના અધર્મીઓને શિક્ષા આપવા નિકળ્યો ને ત્યાંથી દિલ્લી તરફ ગયો, આ ચીંતી ગભરાવનારી ખબરથી ઈકબાલ ઘણે બીધે, પરંતુ એકાએક શબરાત મહીનો અને મજકુર સાલમાં સુલતાન મુહમ્મદના શરીરની સુખાકારી ઘણી દુર જતી રહી અને સારા વૈદ્યોએ રામબાણ ઔષધે આપ્યાં પરંતુ કંઈ તેની અસર થઈ નહીં. પરંતુ જગતપ્રસિદ્ધ અને વખતો વખત ગુજરાતી લોકોમાં સત્યપૂર્વક સિદ્ધ થએલું છે તે એ છે કે સુલતાનને મૃત્યુનું કારણ એ હતું કે સુલતાને બેઉ ભવમાં જે કલ્યાણકારી છે તેનું ધ્યાન ન રાખ્યાથી સુલતાનના કેટલાક સોબતીઓ કે જે અંદરપેટે ઝફરખાનને માટે બળતા હતા તેઓએ સુલતાનના પ્યાલામાં ઝેર ભેળવી દીધું, અને કેટલાક એમ પણ કહે છે કે તેના પિતાએ આ કામ કરવાને ગોઠવણુ કરાવી હતી. મતલબ કે, સુલતાનમેહમુદના શબને લાવી પાટણમાં ધરતીમાતાને સ્વાધીન કરવામાં આવ્યું, અને તેના મૃત્યુ પછી તેને ખુદાયમાં શહીદનું માન નામ અપાયું
ત્યારપછી ઝફરખાન લશ્કરમાં આવ્યો અને દરબારીઓ તથા અમીરો
૧ ગુજરાતનો પહેલો સુલતાન.