________________
કુદરતની કારીગીરી.
અને
મનુષ્ય જીવન, નામ પ્રમાણે જ કામ અને જ્ઞાન-ગુણના ભંડારને ભરપુર ખજાને છે.
ઉપર લખ્યા નામનું પુસ્તક હાલમાં જ અમારા તરફથી બહાર પડેલ છે અને તેની થોડીજ નો બાકીમાં છે. આ પુસ્તક કેટલું કીમતી અથવા તે ખુબી ભરેલું છે તેના સંબંધમાં, જેમાં કેટલાક ગ્રંથકર્તા કે પ્રગટકર્તાઓ વખાણ કરવામાં કચાશ રાખતા નથી, પણ તેવાં કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી ખરીદીનાં નાણાંના તથા ગુમાવેલા વખતના માટે પસ્તાવાને પાર રહેતો નથી, તેમ અમારો પ્રયાસ તે નથી. આ પુસ્તકના માટે ઉપર મુજબ જે ખાસ ધ્યાન ખેચેલ છે તેની સચ્ચાઈની તુલના અગર કસોટી દરેક જ્ઞાની અને સમજુવર્ગ શીવાય સાધારણ સમજનો વાચકવર્ગ કરી શકે તેમ નથી.
આ પુસ્તકનું ગુજરાતી ભાષાન્તર, જુનાગઢ મહોબત મદરેસાના માજી પ્રીન્સીપલ મરહુમ મી. અબ્દુલગની આરબી મોટલાની બી. એ. એલ. એલ. બી. એ પિતાના રંગુન ખાતેના ઘણા દેસ્તોની સલાહથી કરેલું છે તે પુસ્તક વાંચકવર્ગને કેટલું ઉપયોગી થઈ પડશે તેની કસોટી કરવાનું કામ અમારૂં નથી. તેને આધાર દરેક વાચકવર્ગની સમજશક્તિના ઉપર રહેલો છે.
પુસ્તક ડેમી આઠપેજી, લગભગ ૪૦ ફર્મોનું, ગ્લેઝ કાગળ, સેનેરી પાકા પુંઠાથી, દેખાવમાં સુશોભિત બનાવેલ છે. તેની કીમત રૂા. ૧-૮-૦ રાખેલ છે.
ખાસ લાભ ? જેઓ “રાણાવાવ ખ્યતુલ ઇસ્લામના સને ૧૮૧૨ ની સાલમાં મેબર તરીકે દાખલ છે અને સાલ મજકુરમાં મેમ્બર તરીકે દાખલ થશે અને તેઓ પોલીટીકલ લેમીઓ” પિપરના પણ ગ્રાહક હશે તે તેમના પાસેથી ૦–૧૨–૦ બાર આના લેવામાં આવશે. તથા જેઓ “પોલીટીકલ ભમીએ” અને ફયઆમ” ના સને ૧૮૧૨ ની સાલના માટે ગ્રાહક થઇ ચુક્યા છે અથવા હવે પછીના વર્ષ માટે જેઓ ગ્રાહક થશે તેમના પાસેથી નકલ ૧ ને રૂ. ૧-૦-૦ લેવામાં આવશે. પિસ્ટેજ મંગાવનારના શીર છે. ૧૦ દશ નકલ સામટી મંગાવનારને એક નકલ ભેટ અને પિસ્ટજ માફ. નીચેના સરનામેથી મળશે –
મેનેજર પોલીટીકલ ભેમીઓ અમદાવાદ,