________________
[ ૪૧૦ ]
માણુસ કે જે હમણાજ ઈરાનથી અમદાવાદ તરફ આવેલા છે તેના આવવાની ખબર હજુરમાં પહોંચી હતી અને ખાન પીરેાઝજંગને હુકમ પ્રમા વવામાં આવ્યા હતા કે, તમારી તરફથી તમે બરદાસ્ત કરીને તેને સામાન સરામ આપી સારી રીતે મહેમાનગીરી કરીને સાથે માણસ આપી હજીરમાં મેાકલી દેવા. તે વિષે પા! આ વખતે ક્રીથી હુકમ થયા કે, જો હુકમ પ્રમાણે તેને રવાના કરવામાં કઈ વિલંબ જેવું હાય તેા તેને સરકારમાંથી એક હાર રૂપિયા ખર્ચેના આપવા. આ વખતે હજુરના સાંભળવામાં આવ્યું કે, જુનાગઢના ખજાનામાંથી મુહમ્મદબેગના ખર્ચે ગુરજબરદાર બાકરબેગના અવેજના એક હજાર રૂપિયાની વસુલાત થઇ છે. તે ઉપરથી દીવાનને કરમાવવામાં આવ્યું કે, મજકુર રકમ વગરવેલ એ વસુલ કરી ખાનામાં દાખલ કરી દેવી.
આ વર્ષમાં શહેરકાજી અબુલફાના બદલાયાથી તે જગ્યા અમુલખેરને આપવામાં આવી અને મુહંમદ અબ્દુલા અખારીની બદલી થતાં તે જગ્યાએ ખિતાબ પામેલા અકરમુદ્દીનખાનને નિમવામાં આવ્યા. તે પછી ખંભાતમંદરના હલકારાના લખવાથી હજુરના સાંભળ વામાં આવ્યું કે, સેઇક અહસનુ લાખાન મુસદીએ શહેરની અંદર એક મે।ઢું દીવાનખાનુ” તથા એક મહેલ બાંધેલ છે, જેને માટે લાકડાર વિગેરે સાતહજાર રૂપિયાને સામાન તેણે કાટપીટીઆ પાસેથી ચારહાર રૂપિયામાં લીધા છે, તેમજ મેાભ વિગેરે કેટલાક માલ બંદરની સરકારી કચેરીમાંથી ક યા છે. તે માત્ર સરકાર તાબાના છે અને અમદાવાદ માકલાવેલ છે; તેમાં છત્રીશ આરસપહાણની શિલાઓ અને એકસા બીજા પથરાની છાંટા દરવાજા બહાર આવેલી મક્કી મસછમાંથી કાઢીને અમદાવાદ મેકલવાને મનસુખે રાખતા હતા, પણ શેખ અબ્દુલવામના રાકવાથી તે લ જઇ શકયેા નથી અને આરસપહાણુની શિલા ચાકીમાં ( પહેરામાં ) રાખેલી છે; તે ઉપરથી હુકમ થયા કે ગુરજબરદારે જઇ તેને હજુરમાં પકડી લાવવા અને સુખાદિવાન ઉપર પણ હુકમ કર્યાં કે, તેનું ધર સર· કારમાં જપ્ત કરી લેવું.
ફીરોઝજગખાન સુખાના અતફાળ અને તેના માલ ઉપર જપ્ત.
ખાન ીરાઝજંગે વાલાસ મુકામેાથી આગળ કુચ કરીને પેશકશી લેવામાટે ઢાંતાના જમીનદારને ત્યાં મુકામ કરેલા દ્વ, ત્યાં તેને ચેડી