________________
[ ૪૦૪ ]
સુંદર પિશાક અને ખાસ ઘોડે ઈનામમાં આપતી વખતે ફરમાન પણ આપવામાં આવ્યું, તે સાથે જ હુકમ થયો કે, તમારે ત્યાંથી જ તે સુબેગીરી ઉપર જઈ સઘળું કામકાજ સ્વહસ્તક સંભાળી લઈ પૂરતો બંદોબસ્ત કરવા. તેથી હુકમ પ્રમાણે કુચ ઉપર કુચ કરી વિદાય થઈ સુબાની સરહદ ઉપર આવી પહોંચ્યો. તે વખતે મુહમ્મદ બેગખાન, અબદુલ હમીદખાન (સુબાદીવાન) અને બલિ મહેરઅલીખાન અખબારી વિગેરે સુબાના તેનાતી મનસીબદારોએ તેને માનસહિત લઈ આવવા માટે સામે જઈ મુલાકાત કરી. તે (નવો સુબો) તારીખ નવમી, રજબ સને ૧૧૨૦ ના રોજ શહેરમાં દાખલ થયો. તેણે આવીને સુબેગીરી તાબાના ફોજદાર તથા થાણુ દારોની નીમણુંક કરવા માંડી. મુહમદખાનને મહાલની શરતથી પાટણ નાયબ ફોજદાર ઠરાવ્યો; સૈયદ અકીલખાનને અમદાવાદના સુબાના તાબાની શાહજાદા બહાદુર મુહમદ જહાંશાહને મળેલી જાગીરના મહાલેની મુસદ્દીગીરી ઉપર કાયમ કર્યો, અને પેથાપુરની થાણદારી ઉપર મીર અબદુલ વહાબ કે જે પ્રથમ પણ એજ જગ્યાએ હતા અને મરેઠો સાથેની લડાઈમાં પણ પડ્યો હતો તેને ફરીથી તે જગ્યા ઉપર નિમવામાં આવ્યો, તથા મુજ ગ્રંથકર્તાના પિતા મુહમ્મદઅલીને મજકુર મહેલાતના અખબારીની જગ્યા આપવામાં આવી. જ્યારે બાદશાહી સ્વારી કામબનું કામ પૂરું કરવાને દક્ષિણ તરફ ગએલી હતી ત્યારે તેઓ રસ્તામાંથી જ રજા લઈને પાછા અને આવી પહોંચ્યા અને પાનાંના મુસદા ઉપરથી જણાય છે કે, તેઓ આઠ વર્ષની ઉમરે આ શહેરમાં આવેલા, તે વખતે તેમણે જે કંઈ પોતાની નજરોથી જેએલું અને યાદ રાખેલું હતું તેમજ ભરોસાદાર લોકોથી જે કાંઈ સાંભળ્યું હતું તે બધાંનો સંગ્રહ કરી એક પુસ્તકનું રૂપ આપ્યું.
ખાન ફીઝજંગે, ઈવજખાનને બંદોબસ્ત તથા જમીનદારોની પેશકશી લેવાનો ઠરાવ કર્યો. આ વખતે સઘળા સુબાઓ ઉપર સરકારી હુકમ આવેલું હતું કે, શુકરવાર તથા ઈદની નિમાજના ખુતબામાં મોલા અલીના નામની સાથે વસી (વસિત થયેલો) વધારો. જ્યારે ફીરોઝ જંગની સાથે તુક લોકો હતા ત્યારે ભાષણકર્તાએ પહેલા શુક્રવારે ભાષણ વાંચ્યું, જેથી કેટલાક લોકોએ તેને તાકીદ કરીને કહ્યું કે, ફરીથી એ શબ્દ વધારીને વાંચવું નહિ, આ વિષે સરકારી હુકમ થઈ ગએલો હતો