________________
[ ૩૭૩ ] ચોકસીના દરોગાના અમીન નજમુદીનખાનને પચાસના વધારાનું ઈનામ આપવામાં આવ્યું.
સને ૧૧૧૬ હિ. માં અમદાવાદના પીર લોકોના ઉફસમાં જે નાદુરસ્ત, કામો થતાં હતાં તે બાદશાહજાદા બહાદુરના હુકમથી બંધ કરવામાં આવ્યાં અને મુહમ્મદ બેગખાનને બાદશાહજાદાની બેઠવણ પ્રમાણે સે સ્વારની સત્તાને વધારે કરી આપવામાં આવ્યો. એ જ અરસામાં સુલેમાની હેરાઓ રસીઓ વેચનાર ઈસા તથા તાજ લોકોને દબાવી ડરાવીને તેમની પાસેથી નાણું કઢાવે છે અને લોકોમાં ખટે ધર્મ પ્રસરાવે છે. એવી અરજ થવાથી બાદશાહજાદાના હુકમથી તેઓને કેદ કરવામાં આવ્યા, કે જેથી તેઓ ફરીથી એવું કામ કરવા પામે નહિ. આ વર્ષમાં દક્ષિણી લોકોનું તોફાન સુરત ભણી આવી પહોંચેલું હોવાથી બાદશાહજાદાને હુકમ કરવા માં આવ્યો કે, સુરત એ એક ગુજરાતમાં આવેલું શહેર છે માટે બિલકુલ વિલંબ નહિ કરતાં ઘણી જ ઝડપથી કુમકનું લશકર ત્યાં મોકલાવી દેવું અને જે તે તેની લોકો ત્યાં આવી પહોંચ્યા હોય તો તેઓને પકડીને સખત શિક્ષાએ પહોંચાડી દેવા, અને નજરઅલીખાન જે ખજાન લઈને આવે છે તે ખાનદેશના સુબા બેહરોઝખાનને પહોંચાડવા માટે તમારે સુરત તની સરહદ સુધી પહોંચાડવો. ત્યારબાદ વળી એવો હુકમ થયો કે, મુસ્તુફા કુલી નામનો સરકારી નોકર કે જે, ભરૂચની ફોજદારી તથા વડોદરાના બંદોબસ્તીખાતાનું કામ બરાબર રીતે કરે છે તેના વિષે હુકમ થયો કે, મજકુર સરદારને એકહજાર સ્વારની કુમક તુરતજ પહોંચાડી આપવી. કારણ કે તે સુરતથી ઘણીજ નજીકમાં છે, તેથી તે ત્યાં વહેલાસર પહોંચી શકશે, એજ અરસામાં શ્રીમંત બાદશાહના સાંભળવામાં એવું આવ્યું કે, અમદાવાદના વેપારીઓના માલના રોજમેળમાં ખબરપત્રી હમેશાં નિશાન કરી. હરકત કરે છે. તે ઉપરથી સુબાના દિવાન ઉપર હુકમ આવ્યો કે, ખબરપત્રી અથવા તો તેના ગુમાસ્તાઓ તેમના માલમાં નાણાંના સંબંધમાં વચ્ચે પડી હાથ ઘાલે નહિ, તેમજ પરવાનાનાં નિશાનો પણ કરી શકે નહિ, તે વિષે.. ને પૂરતો બંદોબસ્ત રાખે. બાદશાહજાદા મુહમ્મદ આજમશાહની સ્વારીનું હજુર
' હુકમાનુસાર બુરહાનપુર તરફ રવાના થવું, - અમદાવાદનાં હવા-પાણી બાદશાહજાદાની તંદુરરતીને માફક પડતાં નહિ હેવાથી તે વિષેની અરજ બે વખત હજુરમાં કરવામાં આવી, જેથી