SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૮ ] જવામાં વિલંબ થવા પામે નહિ, અને તેનું પત્રક ભરીને હજુરમાં મોકલાવી આપવું. તે પછી શેખ નુરૂલહક ધર્માધિકારીની જગ્યાઉપર નિમાઈ આવ્યો અને પિતાનું કામ સંભાળી લીધું; તેમજ સુબાના વિદ્યાધિકારી શેખ અકરમુદીને પોતાની મહોરથી ચાલુ રિવાજમુજબ હજુર–દફતરે લખી મોકલ્યું કે, વિદ્યાર્થિઓ પિતાના શિક્ષકોને સાબિતી માટે લાવતા નથી તેથી બહાલી પુસ્તક મેળવવામાં વિલંબ થાય છે. તે ઉપરથી સુબાના દિવાનઉપર હુકમ આવ્યો કે, એ લોકોને સખત તાકીદ કરવી કે, તેઓ પોતાના શિક્ષકોને ધારાકમાણે સદર કચેરીમાં રજુ કરે છે જેથી શુદ્ધ રીતે પુસ્તક તૈયાર કરીને હજુરમાં મોકલવામાં આવે. જ્યારે સઈદ મોહસનને મુસદીગીરી ઉપર નિમવામાં આવ્યો ત્યારે બીજે એ પણ હુકમ આવ્યો કે, શહેર અમદાવાદના હકદાર લોકોને ચાર હજાર રૂપિયા ખજાનામાંથી લઈને શહેર–કાજી, ધર્માધિકારી અને પંચ (વહેપારી)ની સલાહ લઈ તેઓની રૂબરૂમાં વહેચી આપવા. ત્યારબાદ સોરઠના ખબરપત્રી મીર અબુતાલીબના લખાણથી હજુરમાં જાહેર થયું કે, સોરઠને કિલ્લો મરામત કરવા લાયક થઈ ગયો છે. તે ઉપરથી હુકમ થયો કે, સુબાના દિવાને તેની મરામત જેમ બને તેમ તુરત કરી લેવી. આ વર્ષમાં સુબાનાં ઘણાંખરાં પ્રગણુંઓમાં વરસાદ નહિ હોવાથી કોરું કડાક થઈ પડ્યું હતું; પાટણથી જોધપુરસુધી ખરડીઓ જણાત હતા અને ઘાસ–પાણીનાં સાંસદ થઈ પડ્યાં હતાં. હવે પિતાના ધોરણ મુજબ સુબે સજાઅતખાન માહે જમાદીઉલ અવ્વલ માસની તારીખ ૭મીના રોજ અમદાવાદથી જોધપુર જવાના મનસુબે રવાના થયો. અસાલતખાનની બદલી થવાથી મુહમ્મદ શેરાનીને વડોદરાની ફોજદારી ઉપર નિમવામાં આવ્યો અને મુહમ્મદ મોમીન નામના માણસને જોધપુરની કિલ્લેદારીઉપર કાયમ કરવાને ઠરાવ કરવામાં આવ્યો. તે પછી સુબાના દિવાન ઉપર રાજ્યના બક્ષિ-નવાબ મુખલીસખાનની મોહોરવાળો હુકમ આવ્યો કે, મુહમ્મદ ફાજલ નામના માણસને મુલતાનતરફ ઉભા થયેલ રાજદ્રોહી મુહમ્મદ અકબરના ખબરપત્રીની જગ્યાએ ઠઠ્ઠામાં કાયમ કરવો, કે જેથી તે ત્યાં જઈ તેની તમામ હકિકતે લખી સરકારમાં મોકલતો રહે. સરકારી આજ્ઞા મુજબ સુબા સજાઅતખાન ઉપર ઉદ્દતુલમુક અસદખાનની મહોરવાળો હુકમ આવ્યો કે, તમારી સુબેગીરીમાંના જમીનદાર. ફોજદાર અને થાણદારો વિગેરે જેઓ પોતાના કબજામાં છે તેઓ પાસેથી એવા મુચરકા લખાવી લેવા કે,:તેઓ પોતાના રાજની અંદર કદાચ કોઈ
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy