________________
[ ૩૨૨ ] મજકુર ખાજાને ઠરાવવામાં આવ્યો, અને શહેર અહમદાબાદના કાજીની જગ્યા કાજી અબુલફને આપવામાં આવી; તે કેટલોક વખત સુધી બાદશાહજાદાની સેવામાં કાજીપદ ધરાવતા રહી યુદ્ધવખતે શુરો બની મરદાઈ બતાવતો હતે મજકુર ખાજાના કર્મ-ગ્રહ સારા હોવાથી શેખુલ ઇસ્લામ હજ કરવા જવાની રજા મેળવીને તે તરફ રવાને થઈ ગયો. તેના બદલાયાથી તે જગ્યાએ અબુ સઈદ નામના શખ્સને નિમવામાં આવ્યો. તેણે
ડીજ મુદતમાં રાજીનામું આપીને બીજી જગ્યાએ ગોઠવણ કરવા સરકારને અરજ કરી; તે સાથે બાદશાહજાદાએ પણ અરજ કરી કે, ખાજા અબ્દુલ્લા આ મોટી પદવીને લાયક અને સરકારી નોકરી સંતોષકારક રીતે કરવામાટે એગ્ય છે, કેમકે તે કોઇ પણ છે અને સિપાહી પણ છે. ત્યારે હુકમ સાથે સવાલ થયો કે, તમારા લશ્કરનો કાછ કોણ થશે ત્યારે શાહજાદાએ અરજ કરી કે તેનો દીકરો ખાજા અબ્દુલ હમીદ, તે વિધાન છે તેમજ ધર્મશાસ્ત્રી પણ છે. હવે બાદશાહજાદાની અરજ મંજુર કરવામાં આવી. તે બન્નેને સુંદર પિશાક બક્ષવામાં આવ્યા અને તેઓ ધીમે ધીમે સારી સેવા બજાવવા લાગ્યા. તેમાં ખાજા અબ્દુલ્લા મોટી પદવીએ ચઢયો અને પછી ગુજરાતના સુબાની ઘણીખરી અરજીઓ તેની મારફતે નોંધવામાં આવતી.
સન મજકુરના માહે જમાદીઉલ અવલ માસની તારીખ છેલ્લીના દીવસે સુબા મુઢારખાને દેહ છોડી દીધી (મૃત્યુ પામ્યો.) અને અમાનતની રીતથી શહેરમાં આવેલી શાહઅલીછ ગામધણીની દરગાહમાં દાટવામાં અ;િ તે પછી કેટલેક દહાડે ત્યાંથી કાઢીને તેના શબને બીજે સ્થળે લઈ જવામાં આવ્યું.
સુહદ તાહિરે (સુબાના દિવાને) શહેર તથા જીલ્લાની કચેરીઓના કારકુને અને બાદશાહી નોકરીની માલમિલ્કત તથા જાગીરો જપ્ત કરવા માંડી, તેમજ શહેર અને પરગણુના બંદોબસ્ત માટે સ્વારો, પદલો કે સિરબંદી
ને હરાવી દીધા. તે સિવાય દર મહિને ૨૦,૧૦૦ રૂપિયા આપવાના ઠરાવી સઇદ મુહમ્મદખાનની સાથે કમરૂદીનખાન (મુખતારખાનનો દીકરો) ને, તથા મીર બહાઉદ્દીનખાન બક્ષિ (વૃત્તાંત લેખક)ને રીસાલદાર નીમીને સુબાના બંદોબસ્ત મુજબ ગોઠવી દીધા; અને પછી સઘળી હકીકત શ્રીમંત હજુરને લખી મોકલાવી.