________________
[ ૩૧૫ ] માં લાવે છે તે ઉપર મુસલમાનોથી એક્તાળીસ અને હિંદુઓથી બેતાલીસના હિસાબે મહેસુલ લેવું અને ટંકશાળના અધિકારીઓએ વેપારીઓ પાસેથી એવા મુચરકા લેવા કે, તેઓ ટંકશાળ સિવાય બીજો કોઈપણ ઠેકાણે લેવડદેવડ કરે નહિ.
સુબાના બનાવો પૈકીની એવી ખબર હજુરમાં વિદીત થઈ છે. કડી પરગણાના જલસણ ગામના મેંઘીઆ વિગેરે ચાર ગરાશીઆ કે જેમને પ્રથમ ત્યાંના ફોજદાર મુઝફફર બાબીએ બંડ ઉઠાવવાના કારણથી કેદ કરીને મુહમ્મદ અમીનખાનની રૂબરૂમાં મોકલ્યા હતા તેમને ચબુતરામાં કેદ કર્યા હતા, પરંતુ આ વખતે કાજી અબદુલ્લાએ તેઓને ચબુતરેથી બોલાવી. છેડી મુક્યા છે; અને એ જ પ્રમાણે ઘણુંખરા હુલ્લડખરો કે જેઓને ચાર પાંચ વર્ષથી તોફાની ગુન્હાના લીધે મુહમ્મદ અમીનખાને કોટવાલીમાં નજરકેદ રાખેલા તેમને છોડી મુકે છે. જેથી તે લોકો છુટા થઈને પિતાના ગામમાં જઇ પાછાં હુલ્લડ મચાવે છે. આ ઉપરથી સુબાના દીવાન ઉપર હજુર હુકમ આવ્યો કે, એ લોકોને શામાટે છોડવામાં આવ્યા છે? હવે પછી જે હુલ્લડો પકડાયેલા છે તેમને છોડવા નહિ. જે કોઈપણ ચબુતરામાં કેદી કે જે, હુલ્લડના લીધે પકડાયેલો હોય અને તે છુટ થઈ જાય તો તેની જવાબદારી તમારા (દીવાનના) શીર રહેશે. આવો સપ્ત હુકમ એટલાજ માટે કરવામાં આવ્યો કે, ખાલસા વિગેરેના કેઈપણ અધિકારી કે મહેસુલી કારકુનોએ ઉપરીપણુનું નજરાણું, તહસીલદારીનું નજ. રાણું અને આવનાર-જનારનું નજરાણું વિગેરે ભેટ લેવાનું કામ કરવું નહિ. તે સાથે એ પણ હુકમ કરવામાં આવ્યો કે, જે લોકો પાસેથી જ જીઆરો લીધે હોય અને તે આપતાં પહેલાં તેના ઉપર એક વર્ષ વિતી જઈ બીજું વર્ષ ચાલુ થયું હોય, છતાં કારકુનોની મુશ્કેલીથી પહેલા વર્ષને વેરે રહી ગયો હોય તે અબુ હનીફા સાહેબના ફરમાવ્યા પ્રમાણે દેનારનાં વચન ઉપર ભરોસે રાખી, પહેલા વર્ષ કર તેની પાસેથી નહિ લેતાં. બીજા વર્ષને કર લે. પરંતુ જે ઠગાઈ કરીને પહેલા વર્ષને કર આ ન હોય તે, સાહેબેનના ફરમાવ્યા મુજબ તેની પાસેથી બન્ને વર્ષને કર લે અને શરેહપ્રમાણે કામ કરતા રહેવું.
આ વખતે સુબાના દીવાન મુહમ્મદ લતીફે મુખ્તારખાનના અભિ. પ્રાયથી મુહમ્મદ અમીનખાનના ઘોડા પૈકીના ઓગણસાઠ ઘોડા સરકારમાં