________________
[ ૨૮૩ ] ની તેનાતીમાં મહારાજા જસવંતસીંહની સાથે હતો તે કેટલાએક અધટિત બનાવો કર્યાને લીધે નોકરી મુકી વગરરજાએ ઉજેન શહેરમાં જ રહ્યો. તે કેટલોક વખત સુધી મુસાફરીના થાક અને માંદગીથી વિશ્રાંતિ લેવા માટે ત્યાં મુકામ કરી રહ્યો. હવે ગોગે આ દેશ (ગુજરાત) ની સુબેગીરી ઉપર નિમાયેલો બહાદુરખાન આ તરફ આવતો હતો, તે દિલેરખાનના નિકળી આવવાની ખબર સાંભળી ઉજ્જૈનમાં જઈ ત્યાંથી તેને પિતાની સાથે અહમદાબાદ લાવ્યો, અને તેના સારા વિચાર તેમજ તેની નિમકહલાલીની હકીકત તથા શાહજાદાના કેટલાક મતલબીઆ ખુશામતખોરોની ખોટી ઉશ્કેરણીવિષેની કેટલીક બીનાઓ તેણે હજુરમાં લખી મોકલી, અને તે સાથે અરજી કરી હતી કે સરદારખાનને બદલાયાથી સોરઠની ઉજદારી તથા તેવીલદારીની જગ્યા દલેરખાનને આપવી. આ અરજ હજુરમાં પહોંચતાં તે મંજુર થઈ, અને શેરસિંગના બદલાયાથી ઈડરની ફોજદારી તથા તેવીલદારી ઉપર સરદારખાનને નિમવામાં આવ્યું.
એજ વર્ષે હૈદરાબાદના થાણદાર સઈદ હેદરે અરજ કરી હતી કે ત્યાંના બંડખોરોનો નાશ કરી ત્યાં એક ગઢ બનાવવાની પરવાનગી માગું છું. તેથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે તેના ખર્ચને અડસટે. આંકી હજુરમાં મોકલી દેવો. આ વખતે ડીસા પરગણાના કેટા ગામની રૈયતે હજુરમાં ન્યાયાધિકારીઓ મારફત અરજ કરી હતી કે પાલણપુરને ફોજદાર કમાલખાન જાલેરી ગઉચરામણી તથા ઘોડાની ખેરાકી બદલ દર વર્ષે જબરાઈથી નાણું કરાવે છે. આ વિષેનો બંદોબત કરવા માટે સુબાના દિવાન ઉપર હુકમ આવ્યો કે, ગઉચરામણી વિગેરે કેટલીક બાબતો કે જે, સરકારતરફથી માફ કરવામાં આવી છે તે નહિ લેવા માટે પૂરત બંદોબસ્ત રાખી તેને તે કામથી દૂર કરવો, તથા મોટા કાજી અબ્દુલ વહાબે, અહમદાબાદના હવેલી પરગણામાં આવેલી મોજે આડલજની વાવ કે જે, મુસાફરો તેમજ ઢોરઢાંખરોને ઘણીજ ઉપયોગમાં આવે છે તેની મરામત કરવા માટે અરજ કરેલી અને તેના ખર્ચનો અડસટ જે બે હજાર રૂપિયાનો થયો હતો તે સુબાના ખજાનામાંથી આપવા માટે હુકમ થયો. તે સિવાય વળી એ પણ હુકમ થયો કે અહમદાબાદના સુબાના તાબાના નોકરો અઠવાડીયામાં બે વખત કચેરીમાં બેસે છે. એટલે કે મંગળ અને બુધવારે સુબાની હજુરમાં હાજર રહે છે ને બાકીના દીવસની રજા