SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ હું ૨૭૦ ] નેને શુક્રવારની નિમાજ પડવા દેતા નથી, જેથી એવો ઠરાવ કરે કે મુસલમાનોને કોઈપણ માણસ હરકત કરે નહિ અને મુસલમાને રાજીખુશીથી શુક્રવારની નિમાજ પઢે. (૧૮) સાબરમતી તથા વાત્રકકાંઠા ઉપરના માણસો પાસેથી ફરજદારે તથા જકાતખાતાંના અમલદારે ગેરતખાનની કચેરીએ દશ રૂપિઆથી પચાશ રૂપિઆ સુધી શાવાસ્તુ લે છે ? (૨૦) અહમદાબાદ તથા બીજા પરગણાઓમાં, શ્રીમંત બાદશાહની તમનશિનીના રાજ્યાભિષેક પહેલાં બાદશાહી હુકમથી મંદીરો તોડી નાખવામાં આવ્યાં હતાં, છતાં પણ ફરીથી તે મંદીરની મરામત કરી પાછી મૂર્તિપૂજા ચાલુ કરી દીધી છે. માટે તે વિષે કરેલાં ફરમાનનાં લખાણ પ્રમાણે અમલ કરવો. (૨૧) અહમદાબાદ તથા તેના તાબાનાં પરગણાઓ અને શહેરોમાં હિંદુઓ ખોટા ચાલને પિતાને અસલી રીવાજ ઠરાવી દીવાળીના તહેવારની રાત્રે બત્તીઓ વિગેરેથી રોશની કરે છે, તેમ હળીના તહેવાર ઉપર પણ ગાળે કે અપશબ્દો બલી ચકલાઓ અને બજારોમાં હોળી સળગાવે છે ને તેમાં જેની કાઠી હાથ લાગે તેની જબરદસ્તીથી અથવા તો ચોરી કરીને અગ્નિમાં હોમી દે છે; માટે એવો ઠરાવ કરે કે દીવાળીની રોશનાઈ કરવી નહિ અને કોઈની કાઠી જબરાઈથી કે ચોરીથી લઈ જઈ અગ્નિમાં હોમી દેવી નહિ, તેમ મુખથી અપશબ્દો પણ ઉચ્ચારવા નહિ. (૨૨) જે માણસ જીવતા પ્રાણીઓનાં માટીનાં પૂતળાં બનાવવાનો ધંધો કરે છે તેઓ માટીને હાથી-ઘડાઓ, બનાવી, ઈદગુબરાત અને રસોમાં બજારમાં વેચે છે, તેને માટે એ ઠરાવ કરે છે, કોઇપણ પ્રાણીનું પુતળું બનાવે નહિ અને વેચે પણ નહીં. (૨૩) અહમદાબાદ અને તેના તાબાના પરગણાઓ કે પુરાઓમાં કેટલાક ભાણસો ચેખાનો ઇજાર રાખે છે તેથી બીજો કોઈ માણસ તેનું વેચાણ કે ખરીદી કરી શકતો નથી અને તે જ કારણથી ચોખાને ભાવ ચડી ગયો છે. (૨૪) શહેરના અને પુરાના દરવાને બળદવિગેરે જાનવરો પર લાદેલા ભાલને કે માણસે ઉચકેલા માલને આવતાં જતાં અટકાવી, માલધણી જ્યાંસુધી કંઈ ન આપે ત્યાંસુધી તેમને જવા આપતા નથી. (૨૫) ગુલાબનાં ફુલની ખરીદી વાતે ચેકસ સરકારી મુસદીઓ નથી માટે દરેક જગ્યાએ ભરછમાં આવે ત્યાં વેચવાની પરવાનગી આપવી, અને સરકારી ગુલાબનાં ફુલ સિવાયનાં બીજાં ફૂલોનાં વેચાણ વિષે કુતબુદ્દીનખાનની અરજ ઉપરથી સરકારી ફરમાન જે થયું છે તે પ્રમાણે અમલ કરવો. (૨૬ પુરૂષ તથા
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy