________________
[ ૨૧૮ ] સને ૧૦૪૮ હિજરીમાં સુબાઓના વૃત્તાંત લખનાર બક્ષી રિઆય. તખાનની બદલીથી મીરસાબર મનસબના વધારાથી દીવાનીની જગ્યા ઉપર નીમાવાનું માન પામ્યો રિઆયતખાનના બદલાઅને હકીમ મસાહુઝઝમાન મુઇઝ મુલકની ચાથી રિસાબરની જગ્યાએ સુરતબંદરની હકુમત તેને અપાઇ. શાહે દીવાની. આલમ સાહેબના પોત્ર સઈદ જલાલ બુખારી શ્રી બાદશાહના આમંત્રણથી અહમદાબાદથી રવાને થયા હતા, તે મોટું માન પામી હજુરને મળી પાંચસો મેહોની બક્ષિશ લઈ પાછા ફર્યા. એજ વર્ષે આઝમખાનની સુલક્ષણી કન્યા શાહજાદા મુહમ્મદશુજાની સાથે લગ્નને વાતે મગાઈ હતી અને આઝિમખાંએ તેણીને તેની માતુશ્રી તથા તેના બે ભાઇઓ મીરખલીલ તથા મીરઈસહાકની સાથે દરબારમાં મોકલી હતી, શવ્વાલ માસની ૨૦ મી તારીખે તે લોકો દરબારમાં પહોંચ્યા અને સરકારી આજ્ઞા પ્રમાણે બંગાળામાં લગ્નક્રિયા કરવામાં આવી; તે વખતે એવા હુકમ પણ થયો કે, શુભલગ્ન પછી મીરઈસહાક પિતાની ભાજીને લઇને પોતાની પાસે ગુજરાતમાં જાય. ત્યારબાદ નવરોઝના દરબારમાં સરકારમાં આવી પહોંચેલા સૈઈદ જલાલ બુખારીને હજાર રૂપીઆ ઇનામમાં મળ્યા, અને મલુદની રાત્રે (નબીસાહેબના જન્મ વખતે) બીજા પણ ત્રણ હજાર રૂપીઆ સૈઈદ સાહેબને આપવામાં આવ્યા; અને ગુજરાતના બનાવો પૈકી પાટણના ફેજદાર સરફરાજખાનના મરણની ખબર સરકારને થઈ તે ઉપરથી તેના પુત્રોને કેટલીક ભેટ તથા નીમણુંકનો વધારો કરી આપે.
સને ૧૦૪૮ હિજરીમાં સૈઈદ જલાલ બુખારીને રસ્તાના ખર્ચ માટે પંચ હજાર રૂપીઆ આપવામાં આવ્યા તથા ગુજરાતમાં જવાની પરવાનગી આપવામાં આવી; અને સોરઠના ફેજદાર મીરઝા ઇસાતરખાનને હજાર સ્વારેના વધારા સાથે પાંચ હજાર જાતની નિમણુંક અને પાંચ હજાર બેવડા તેવા સ્વારનું માન આપવામાં આવ્યું અને તેનો મોટો પુત્ર ઇનાયતુલાખાન હજારી મનસબ અને પહેલાં કરતાં વધારાના પાંચ સ્વારના માનને પામ્યો; તેમજ આઝમખાન સુબાને ખાસ તબેલાના સોનેરી સાજવાળા બે ઘોડા અને એક ખાસ હાથી આપી તેની સાથે તેના પુત્ર ખલીલખાન તથા ઈસહાકખાનને પણ ઘોડાઓનું ઈનામ