________________
[ ૨૧ ] મિરઝા શાહરૂખને દીકરો કે જેની જાગીર પાટણ સરકારમાં હતી તે પિતાના ભાઈઓના હાથે કપા. રાત્રે એકદમ તેના ઉપર જઈ તેને મારી નાખ્યો.
જે મહેલો અહમદાબાદમાં ખાનપુર દરવાજાથી દક્ષિણે સાબરમતી નદી ઉપર આવેલા છે ને જે શાહજહાંના મહેલના નામથી ઓળખાય છે અને હમણાં થોડાંક ખંડેરો સિવાય કંઈપણ બાકી રહેલું નથી તે જાહેર રીતે જોતાં બાદશાહના હુકમથી તે વખતે બંધાએલા હતા અને શાહીબાગની બીના શાહજાદાના નામથી પ્રખ્યાત છે.
અબદુલ્લાખાન બહાદુર શીરાઝજંગને શાહજાદા શાહજહાંની તરફથી માંડુગઢથી પિતાને ગુજરાતનો સુબે નિમ, મુહમ્મદ સફીની દીવાની, અબ્દુલ્લાખાનની લડાઈ અને ખાન મજકુરની હાર.
જન્નતબાગ ( સ્વર્ગવાડી ) ની અહમદાબાદ હવેલી તાબાના જબલપુર ગામમાં તૈયારી, દીવાનના માન અને નિમણુંકમાં વધારો, સેફખાનના ખિતાબની બક્ષીશ, શાહજાદાના ગુરૂશિક્ષકની જગ્યાએ મોટાખાનની નિમણુંક, તેનું અહમદાબાદ આવવું અને આ નાશવંત સંસારમાંથી પરલોકમાં જવું.
સેળમે સુ સુલતાન દાવરબક્ષ.
સને ૧૦૩-૧૦૩૩ હિજરી. નુરજહાં બેગમના વ્યર્થ કાર્યોને લીધે બાદશાહનું મન શાહજાદા શાહજહાંની તરફથી ખાટું થઈ ગયું હતું અને દિલ્લી પાસેની લડાઈ થયા પછી શાહજહાં સને ૧૯૩૨ મુહમ્મદ સફીની દીવાની. હિજરીમાં માંડુ તરફ ગયે અને ખુશરો શાહજાદાને દીકરો સુલતાન દાવરબા શાહજહાંની જગ્યાએ ગુજરાતની સુબેગીરી ઉપર નિમાયો; તેને આઠહજાર જાતની નિમણુંક તયા ત્રણહજાર સ્વારો અને એલાખ રૂપીઆ રોકડ રાહખચના આપવામાં આવ્યા. અકબરશાહના વખતથી આ દેશને માહિતગાર મોટખાન મિરઝાઅઝીઝ કોકલતાશ સુલતાનના ગુરૂશિક્ષકની જગ્યા ઉપર નિમાયા અને તેને ખર્ચને વાસ્તે એક લાખ રૂપીઆ આપવામાં આવ્યા.
જ્યારે શાહજહાં શાહજાદે દિલ્લીનજીકની લડાઈ પછી પાછો ફરી