________________
[ ૧૮ ] કર્યો. ઉત્તમ પ્રકારના કારીગરો અને અચંબો પમાડનાર હુન્નરીઓ કે જેઓ ઘણાજ શિયાર ગણાતા હતા તેમને ભેગા કર્યા. જે જે ઝાડ તે બગીચામાં હતાં તેમને તેવાં જ પત્તાંઓ તથા મેવા જુદા જુદા જોઈતા રંગના કાગળના બનાવ્યા અને તેમનાં ફુલો પણ તેવાં જ મીણનાં તેજ પ્રમાણમાં તૈયાર કરી દીધાં અને નારંગીઓ, લીંબુ, સફરજન, દાડમ, શફતા વિગેરે ફળો ઝાડે ઉપર. બરાબર ગોઠવી દીધાં. તેવી જ રીતે દરેક જાતનાં ફુલો, ડાળીઓ, કળીઓ વિગેરે કાગળનાં તૈયાર કર્યો અને જુદા જુદા મેવા, ફૂલ અને ફુલો વિગેરે ઝાડ ઉપર જોતાં તરતજ ખરેખર પાનખર ઋતુમાં એક જુદી જ હતુ માલુમ પડી આવતી હતી. આ વખતે તે બાગ વર્ષમાં બે વખતે પત્તા તથા ફુલોને ખંખેરી નાંખી નવેસર જોબનમાત થઈ ગયેલ જણાતો હતો.
કવિત. દરખાંશ ગુર્તદ બરતફે બાગ,
બર અફ ખતા હર ગુલે ચું રાગ. આ આનંદ આપતે બાગ કે જે બહારની વખતે ફુલી ફળી ભભકાદાર બગીચાસમાન શોભી રહ્યો હતો ત્યાં શ્રી બાદશાહ પધાર્યા અને પાનખેર ઋતુને વિસરી જવાથી એકદમ ફળ તથા મેવો તોડવાને વાતે હાથ લાંબો કર્યો, તરતજ ખરી હકીકતથી વાકેફ થતાંજ અતિ આનંદ પામ્યો અને કારીગરોની કારીગીરી તથા હુન્નરીઓનો હુન્નર તેમજ તે સ્ત્રીની ચતુરાઈનાં ઘણાં વખાણ કરી ઇનામ તથા જાગીરમાં વધારો કર્યો. : સને ૧૯૨૭ના સફર મહીનામાં અકબરાબાદની જાશુકની રાજધાનીએ જવાના ઇરાદાથી દોહદ મુકામે સરકાર સ્વારી પહોંચી. મહેદરી નદીના કાંઠા ઉપર શાહજાદાની મારફતે નવાનગરનો જામ જમીનદાર સેવામાં હાજર થઇ ઘણું ભાન પામ્યો અને પેશકશી દાખલ પચાશ કચછી ઘોડાઓ ભેટ મુક્યા.
રબીઉસ્સા માસની બારમી તારીખે અમારા ગામમાં તંબુ ઠેકાયા. આ ઠેકાણે એવી અરજ થઈ કે આ મુકામથી હાથીઓનો જંગ ફક્ત દોઢ મીજલ દુર છે અને વળી જંગલનાં ઝાડોની બિહામણી ઘટા, તથા રસ્તે કદંગે હોવાના લીધે કઈ પણ કાસદ તેમાંથી પસાર થઈ શકે તે ઘણું કઠણ કામ છે. સોમવાર, મજકુર મહીનાની તેરમી તારીખે આ કામના કેટલાક બાદશાહી નોકરેને સાથે લઈ શિકાર કરવાને નિકળ્યા, એટલે શિકારસ્થળે