________________
[ ૧૫ ] જતે હજુર દરબારમાં જવાનો નિશ્ચય કરી શકે નહીં; અને ફીરંગીઓથી દીવ છતી લેવાને મનસુબો છે એવું બહાનું કાઢયું.
પ્રથમ નવરંગખાન, ગુજરખાન અને ખાજા અશરફ કે જે બાદશાહી અમીર પૈકી સંગાથે હતા તેમને તેમની જાગીરમાં જવાની રજા આપી. તે પછી બંદરના અમલદારોને લખી મોકલ્યું કે, વહેપારીઓને દીવબંદર જવા આવવા દેવા નહીં. તે આ હેતુથી કે ફિરંગીઓને થકવીને તેમની સાથે કરારનામું કરવું. ત્યારબાદ તે દેશના બે જમીનદારોને તેણે એવી રીતે કહ્યું કે સિંધના માર્ગથી દરબારમાં જઈશ. ત્યાંથી પાટણ તથા સોમનાથમાં પહોંચી મીર અબુદુરઝાક બક્ષી તથા સઈદ બાયઝીદ દીવાનને કેદ કર્યા; કેમકે રખેને એમનાથી કંઈ તોફાન રચાય! અને સિપાહીઓને વચન આપી કહ્યું કે મને જવાની તસ્દી આપશો નહીં. આ વખતે ફિરંગીઓનું કરારનામું પણ આવી પહોંચ્યું. વેરાવળ બંદરથી ઈલાહી નામનું વહાણ કે જે તેણે બંધાવ્યું હતું તેમાં મોસમ નહીં હોવાથી સમુદ્રમાં તોફાનથી કોઈની હિમ્મત ચાલતી નહોતી. સને ૧૦૦૧ હિજરી-ઈ. સને ૧પ૮ર માં કુટુંબ પરીવાર, દાસ દાસીઓ અને સે કરો કરતાં વધારે માણસોને સાથે લઇ સ્વાર થઈ, જે લઈ જઈ શકાય એવી માલમિલકતને વહાણમાં સાથે લઈ ખુદાઈ ધામ ( મા ) જવાને ઈરાદે રાજ્યવૈભવને તરછોડી સરકારી હાદા તથા અમીરીને ત્યાગ કરી રભેર પગલાં સત્યમાર્ગનેન્ટામાં ભરવા માંડ્યાં. | - જે દિવસે તે વહાણુમાં બેસવા જતા હતા તે દિવસે સઘળી સન્યા તથા નેકરો કાંઠોઉપર ઉભા રહી નગારાં વગાડી માન આપતા હતા, પરંતુ તે તૃપ્ત મનનો માનવી સઘળાથી બેદરકાર થઈ શિક્ષા (ધડો) લેવાની આંખથી જેતે હતો અને આવા મનસુબામાં કંઇપણ ભંગ પડવા દેતો નહતો. તે દિવસે તેણે બક્ષી તથા દીવાનને કેદખાનામાંથી છુટા કરી તેમની માફી માગી.
જ્યારે આ ખબર શ્રી બાદશાહના શ્રવણે પહોંચી તે તેના મન ઉપર ભારે અસર થઈ પડી. હવે તેનો માટે દીકરે શમસુદીન હસેન કે જે સરકારી હજુર નોકરીમાં હતા તેને એકહજારીની સત્તા મળી અને બીજે દીકરો કે જેનું નામ શાદમાન હતું તેને પાંચસોની નિમણુંક મળી અને ગુજરાતના સુબા તરીકે રાજકુંવર સુલતાન મુરાદને નિમવામાં આવ્યા,