________________
[ ૧૭ ] એજ છે કે, આ સુબાના કામકાજનું છેવટ છેક માઠી દશામાં આવી ગયું છે તે વિષે દરેક વખતે ચેતવવામાં પણ આવ્યું છે. જે ઉપરથી થોડુંક એમ છે કે, આ દેશના તફાની–માથાના ફરેલ કે જેઓ પહેલાંથી ગેરબદબસ્તીને લીધે હુલ્લડ મચાવે છે તેનું કારણ એ છે કે, ગુજરાત દેશ પ્રાચીનકાળથી રજપુતો તથા કોલીઓના હસ્તક હતો તે વિષે પ્રથમ લખાઈ ગયું છે, પણ જે વખતે ગુજરાતી સુલતાનના વખતમાં મુસલમાનની પુરી સત્તા બેઠી તે વખતે એ લેકોનું મેહસુલં શિક્ષા તથા શીખામણો દીધા પછી બરાબર વસુલ થવા માંડયું. જેથી લાચાર થઈ શરણે આવી તાબેદારી કર્યાશિવાય તેમનો છુટકે નહોતો તેથી તેઓએ શરણે આવી નોકરી તથા ભાલગુજારીની કબુલાત કરી અને પિતા વતન તથા ગામોની ચોથ ( જેને ગુજરાતી બોલીમાં વાટી કહે છે) કે જે ઉપર તેમની જીવીકાનો આધાર હોય છે તે ચા ભાગ રાખી ત્રણ ભાગ સરકારી બાદશાહી કે જેને તલપદ કહે છે તેની સાથે સંબંધ રાખવાને બંધાયા, અને તે જમીનદારે કે જેમના તાબામાં ઘણાખરા પ્રગણું હતાં તેમને નોકરીની શરતે અને લડાઈની વેળાએ મદદની શરતથી દરેક માણસેની યોગ્યતા તથા સત્તા પ્રમાણે, સ્વારે તથા પિયદ હાજર થવાની શરતથી આપવામાં આવ્યા.
કોલીઓ તથા રજપુતે કે જેઓને જુદાં જુદાં ગામડાંઓમાં વાંટા હતા તેઓ ચોકી પહેરાની ખબર રાખતા અને પિતાના વાંટાને ઉપયોગ કરતા; તેમજ ફસલ પાકવાની વખતે પણ જાગીરદારને કંઈ આપતા.
ઘણે કાળ વિતી ગયા પછી કેટલાક રજપુત તથા કલીઓ કે જેઓ થોડુંક બળ પેદા કરી પાસેના તથા આસપાસના ગામોમાં ખેતી વાડી વખતે ઢાર લઈ જઈ ખેડુતોને મારી નાખવાના ઝગડા ઉભા કરતા હતા તેઓને તે જગ્યાની રેત લાચાર થઈ કેટલેક ઠેકાણે રેકડનાણાં દરવર્ષે આપતી અથવા તે એક બે કકા ખેડવાણલાયક જમીન આપી રાજી કરતી. આ ખાતાંને ગરાસ અથવા દવલ કહે છે. આ રૂઢી આ દેશમાં ઘણા કાળથી ચાલુ રહી છે અને આ વખતે પણ બાબતના અધિકારીઓની અશકયતાના લીધે છેલ્લી સીમાએ પહોંચી છે. ટૂંકમાં એટલું જ કે ગુર્જર દેશમાં આવી જવલ્લે જ જગ્યા કે પ્રગણમાં હશે, કે રજપુત, કેલીઓ અને મુસલમાનેને ગરાસ કે દવલ નહીં હોય !