________________
- ૨૧
નામદાર શેખ મહમદ જહાંગીરમીયાં સાહેબે અમે જે ભુલતા ન હોઇએ તે પિતાના મિત્રવર્ગમાંના એકની પાસે મીરાતે એહમદીનાં ભાષાંતરની અતિ અગત્ય જણાવી હતી અને સુરતના ચીતિ શક્તિ અને માનસીક વિદ્યુતવિજળીક તો વહેલાં મોડાં ઇચ્છાનુસાર બંધાય તે ને દાખલાની સત્યતા
અનુભવસીદ્ધ જોઈ અમારે મગરૂર થવા જેવું છે કે તેજ ગૃહસ્થના હાથે થએલ ભાષાન્તર તે સંબંધે સુચના કરનારનેજ (ના. શેખ મોહમદ જહાંગીરમીયાં સાહેબને જ આજે અર્પણ થાય છે અને તેમનાજ ઉદાર આશ્રય તળે સદરહુ પુસ્તક પ્રગટ થાય છે, આ બાબત અમે એકને જ નહી પરંતુ અમારા વાંચક વર્ગને પણ ખુશ થવા જેવી છે.
ઇસ્લામમાં હજુ આવાં અનેક કિમતી પુસ્તકો ફારસી ભાષામાં હાઈ ગુજરાતી વાંચક વર્ગથી તદન અજાણ્યાંજ છે તે પણ ઇસ્લામની બહેન તરી તરકીને અથે અહોનિશ મહેનત લેનારા અને ઇસ્લામના ઉદાર અને પવિત્ર આશ્રયની શીળી છાયા નીચે બેઠેલા અને જહાંગીરમીંયા સાહેબનું અનુકરણ કરી ઇસ્લામી અન્ય નરવીરો પણ આવાં કામોમાં પિતાને આ શ્રય આપી વખતેવખત આભારી કરશે તે અજ્ઞાન ગંભીર અંધારામાં અથડાતી ગુજરાતી જાણનારી ઇસ્લામી આલમની સેવામાં મઝહબી અને તવારીખી અનેક આવાં અમુલ્ય પુસ્તકોનું પુરાતની અસલ ફારસીમાંથી સંશોધન કરાવી ઇસ્લામની ઓર જ્યાદા રોશની રૂપે ઇન્શાઅલ્લા મુકી શકીશું.
છેવટમાં અસલ ફારસી ઉપરથી અમોને ગુજરાતીમાં નિઃસ્વાર્થ વૃ. . ત્તિથી તરજુ કરી આપનાર મહેરબાન જનાબ મોહમદ નીઝામુદીન ચિસ્તી ફારૂકી સાહેબને અંતઃકરણ પૂર્વક આભાર માનવાની સાથે કેવળ ઈસ્લામી બહેતરીની ખાતર દીનની દાઝ જાણીને તેઓએ જે પરિશ્રમ ઉઠાવ્યો છે તેની ખાતર ઇસ્લામી આલમ તરફથી અનેક ધન્યવાદ અને દુવા આપીએ છીયે.
ભાષાન્તર કર્તાની માતૃભાષા ગુજરાતી નહી હોવાને લીધે તેમાં શબ્દ સંકલન કે વ્યાકરણ દોષ રહી જવા પામ્યો હોય તે તે વિવેકી વાંચકો તરફથી ક્ષેતવ્ય છે તેની સાથે વાંચકગણુને વિનંતિ કરીએ છીએ કે પિતાને તેમાં જણાએલી કોઈ જાતની ભુલચુક કે ખોડખાપણની અમોને મહેરબાની રાહે સુચના કરશે તો તે આભાર સહીત સ્વીકારી તેની બીજી આવૃત્તિ પ્રસંગે તેમાં યોગ્ય સુધારો કરવા ચુકીશું નહીં. આમીન !