________________
[ ૧૧૮ ]
થઈ આગળ વધ્યા. - બુધવાર–મરેઠા મુકામે બુધવારના વહાણમાં પહોંચ્યા, ત્યાં થોડાક વખત થોભી આગળ વધ્યા.
ગુરૂવાર–અડધી રાત્રે સુજત જઈ પહોંચ્યા, અને વહાણું વાતા સુધી વિશ્રામ લીધો. પાછલી રાત્રે જાલોર તાબાના એક ગામમાં જઈ પહોંચ્યા.
શુકરવાર–સવારે વાર થઈ આગળ ચાલ્યા, છેડેક દિવસ ચાલ્યો હશે કે જાલોર ગયા, ત્યાં અડધી રાત સુધી વિશ્રામ લઈ અવ ઉપર સ્વારી કરી.
શનીવાર–બપિરસુધી ચાબુકસ્વાર છેડે દેવે તે કરતાં પણ વધારે ઉતાવળે ચાલવા માંડ્યું.
રવીવાર–સાંજરે ચાલતાં ચાલતાં વિશ્રામ લીધા વિના હવે છુટ નથી એવું લાગ્યાથી પાટણ મુકામ કર્યો,
સેમવાર–સાંજરે પાટણથી વશ ગાઉ ઉપર આવેલા ડીસા મુકામે સરકાર સ્વારી આવી પહોંચી. આ જગ્યા ઉપર શાહઅલી લંકા નામનો ભાણસ કલાનખાનની તરફથી અમલદાર હતો તે સેવામાં હાજર થયો.
આ વખતે અમીરએ અભિપ્રાય આપ્યો કે સરકારે પાટણમાં પધારવું અને બીજે દિવસે પાટણ મુકામ કરે. એ વાત સરકારે મંજુર કરી નીં અને હુકમ કર્યો કે ખાજા ગ્યાસુદ્દીન અલી પાટણના લશ્કરને લાવીને સવા સાથે ભેગું કરી દે, અડધી રાત્રે ત્યાંથી નિકળ્યા ને પાટણથી પાંચ ગ ૬ ઉપર આવેલા બાલીસાણા નામના ગામમાં મુકામ થયો. આ ઠેકાણે કલાનખાન, શાહ ફખરૂદીન તથા તીબખાન અને બીજા અમીર જેઓ બડ ઉભું થતાં પહેલાં ભવિષ્યસુચક બુદ્ધિને લીધે માર્ગમાં ભયના કારણથી પાટણમાં આવી રહેલા હતા તેઓ આવી મળ્યા. આ મુકામે ઘણી જ ઉત્તમ રીતથી સન્યા શણગારાઈ ગઈ. બાદશાહ પોતે સારા હશિયાર પાંચ
ચુંટી કાઢી સોમવારના પાછલા પહેરે બાલીસાણાથી રવાને થયા અને એક ખાસ બોડીગાર્ડને હુકમ કર્યો કે, “ઉતાવળે જઈ અહમદાબાદના કિટલેબંધ લેકોને સરકાર સ્વારી આવી પહોંચવાની વધામણી દઈ કહે કે, લડવાને માટે તત્પર થઈ રહેવું, અને જ્યારે અમારું લશ્કર પાસે આવી પહોંચે ત્યારે તમારે અમને આવી મળવું.” આ પ્રમાણે હુકમ આપી આખી