SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૬ ] મોટાખાને સૈદ હામીદ બુખારીને તથા સૈદ બહાઉદ્દીન અને સૈદ શ્રુહમ્મદ માંગેરીને તથા ખીજા કેટલાક જણાને કુતબુદીન મુહમ્મદખાનની મદદે મેાકલ્યા, કે તેને મળી મુહમ્મદહુસેન મીરજા જે ત્રણસે। રવારાથી ખંભાતમાં છે તેને કાઢવાનુ કામ કરે. હવે ઉપર કહેલા આસામીઓ ધેાલકેથી પાંચ ગાઉ ઉપર આવેલા અસામલી ગામ આગળ કુતબુદીન મુહમ્મદખાનના ભેગા થયા. આ અરસામાં મ્તીઆલમુલ્ક તથા આ ટાળી કે જે, ડુંગરાના સાંકડા રસ્તામાં હતી તે બહાર નિકળી આવી. મેટા ખાન એક મજબૂત જગ્યાને પેાતાનું રહેઠાણ બનાવી વાટ જોતા એડ઼ી; તે એમ વિચારીને કે, આ ટાળી તેાકાની છે માટે એને આગળ વધવાની તક ન આપવી. તેઓએ સામટા નાસવાના પેાતામાં ઠરાવ કર્યાં કે, આ વખત જો અહમદાબાદ પહોંચી જઇએ તે ઠીક, અને જો મેટા ખાન આ રહેઠાણથી બહાર આવે તે લડાઈ કરીએ તે જો ન આવી શકે તે અહમદાબાદને લઇ લઇએ, આવા હેતુથી રવાને થઈ ગયા. દિવસ થોડા રહ્યો હતા તેથી શત્રુ લડાઇ તથા ઝપાઝપી કરી શક્યા નહીં. મેાટા ખાન રાતની વાટ ન જોતાં (રાત્રે ન થૈ.લતાં) મળસકે શહેરમાં દાખલ થયા. એજ રાત્રે મુહમ્મદ હુસેન મીરન ખંભાતથી હાર પામીને ઘણું ટુ ભાગે થઇ પસાર થયા અને તેને કેટલાક સામાન હાથ લાગી ગયેા. તે પેાતે ખાટા હાલ હવાલમાં હતા તેથી ખાનની ફેાજથી દુર થઇને ગયા અને ઈખતીઆરૂલમુલ્ક તથા શેરખાન પાલાદીના દીકરાઓને જઈ મળ્યા. એનું વિસ્તારીક વર્ણન એ છે કેઃ——કુતબુદીન મુહમ્મદખાન, સૈદ હામીદ મુખારી, નવર’ગખાન અને મેોટાખાનના કેટલાક નાકરા ખંભાત જઇ પહોંચ્યા હતા; તે હીણકર્મીએ પાતાની શક્તિ કરતાં વધારે માણસા ટુટીફુટી હાલતના ભેગા કર્યા હતા તેથી હારી ગયા. સૈયદ બહાઉદ્દીનનેા દીકરા લડાઈમાં બહાદુરીના રીપોર્ટ લ આવ્યા અને ઊંચ પદવીને પામ્યા. જેથી અમીરેાએ પણ તેના ક્તેહભર્યા કામને ખુદાની મેાટી કૃપા માની તેની પુંકે જવાની હિમ્મત કરી. જો ઘેાડા પ્રયત્ન કરવામાં આવત તેા તે પરાજય પામેલા સધળા હાથમાં આવી જાત. હવે તે અભાગી ટાળાને જઈ મળ્યા અને અહમદાબાદ ઉપર ચઢી આવવાની મેાટી તૈયારીઓ કરવા માંડી. ગુજરા તીમાં ત્રણ દિવસ સુધી એજ ગપાટા ઉડતા રહ્યા. હવે મેટાખાને
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy