________________
[ ૧૧૧ ] દરદાગીના સહિત રાણુ રામદેવ જમીનદારની પાસે મોકલ્યા હતા કે તેના આશરામાં તેઓ રહે. ભોગોગે જપૈકીની એક ટોળીના સાધારણ માણસો કે જેઓ લુટફાટ કરવા જતા હતા, તેઓને માર્ગમાં તે હાથીઓ ને માલમતા હાથે પડી ગઈ. તેઓ પકડીને દરબારમાં લઈ આવ્યા અને બાદશાહે તેમને ઘણું ઇનામ આપ્યું.
હવે બીજી બિના, અમરેને આગ્રા રાજધાની તરફ મોકલવાની સક્ષેપ વૃત્તાંતથી એવો વિસ્તાર ધરાવે છે કે, ઈબ્રાહીમ હુસેન મીરજા હાર પામીને પાટણની હદમાં મુહમ્મદ હુસેન મીરજા તથા શાહ મીરજાને જઈ મળે. એક દિવસ ભાઇઓમાં વાતમાં ને વાતમાં ચડાઉતરી થઈ ગઈ, તેથી ઈબ્રાહીમ હુસેન મીરજાએ, ભાઈઓથી રીસાઈને આગ્રા ઉપર બેટી દાઢ બેસાડી અને જ્યારે એ ખબર બાદશાહને મળી ત્યારે મેહેમુદખાન બારેવાલ તથા શાહકુલીખાન મેહરમ અને રાજા ભગવંતદાસને ઈબ્રાહીમ હુસેન મીરજાની પેઠે જવાને જ્યાં મળી આવે ત્યાં એને પકડે એવી સુચના આપીને નિમ્યા. છેક છેવટે મજકુર મીરઝાનો અંત મુલતાનની સરહદમાં આવ્યા.
દરરોજ વૃદ્ધિ પામતા બાદશાહના ભાગ્યને લીધે જ્યારે વિયોગરૂપી પથરો મીરજાઓના માર્ગમાં પડ્યો ત્યારે મુહમ્મદ હુસેન મીરજા તથા શાહ મીરજા પિતાના કેટલાક અકમ મેદાનના શરાઓને દ્રઢ કરી પાટણ તરફ ચઢી ગયા અને સૈયદ એહમદખાન કે જે પાટણમાં હતા તે બાદશાહના રૂવાબને લીધે ત્યાંનો બંદોબસ્ત કરવા લાગ્યા. હવે જ્યારે મોટાખાનને પાપી લોકોના ભેગા મળવાની ખબર ખાત્રી થઈ ત્યારે ફોજ ભેગી કરવા અને સીપાહીઓ એકઠા કરવાની ગોઠવણમાં તે વળગી ગયો. સારા ભાગ્યે માલવાનો સુબો કુતબુદીન મુહમ્મદખાન અને ત્યાંની સરહદના સઘળા જાગીરદારો હુકમ પ્રમાણે આવી તક ઉપર આવી પહોંચ્યા અને શેખ હામીદ બુખારી કે જે હુકમને માન્ય કરી ધોલકેથી હજુરમાં આવતો હતો તે આ સેવામાં મોટાખાનને સોબતી થઈ ગયો અને ખાન, જયના ચિન્હવાળી સન્યાસહીત પાટણ તરફ ગયો અને યુદ્ધસ્થાન ઉપર ધ્યાન આપ્યું. જ્યારે બેઉ સન્યાઓ સામસામે આવી ગઈ ત્યારે શત્રુની પહેલી ટુકડી બાદશાહની બીજી ટુકડી ઉપર વાર કરવા લાગી. કુતબુદીને મુહમ્મદખાનના માણસોને હાંકી કહાવ્યા, અને ડાક લોકોએ ભેગા મળી બહાદુરી દેખાડી, ટુંકામાં મીરજાઓ મેં ફેરવી કમનસીબ વાટે પડી દક્ષિણ