________________
[ ૧૮ ] દિવસમાં મોટું લશ્કર ભેગું થઈ ગયું. દરીઆખાને જ્યારે એ પ્રમાણે જોયું ત્યારે ધોળકામાં પિતે રહેવું ઠીક ન ધાર્યું અને ત્યાંથી અહમદાબાદ આવ્યો. જ્યારે શહેર નજીક પહોંચે ત્યારે તેને શહેરમાં આવતો લેકેએ અટકાવ્યો. તે મહામુસીબતે અને ભારે સંકટ શહેરમાં દાખલ થયો અને રૈયત તથા લશ્કરીઓની પૂરસીઓ કરવા લાગ્યો તે છતાં લોકો નિકળીને સુલતાનની સેવામાં જતા. . દરીઆખાનને એવી શંકા ઉભી થઈ કે શહેરના લોકો મને પકડીને સુલતાન પાસે લઈ જશે તેથી પોતાના કુટુંબને તથા સારસરંજામને ચાંપાનેરના કિલ્લા ભણી મોકલાવી સને ૫૦ હિજરી. દીધું, અને પોતે મુબારકશાહ પાસે બુરહાનપુર ગયો. આ બનાવ સન ૯૫૦ હિજરીમાં બન્યો.
- સુલતાન મહેમુદ અમદાવાદ આવી ત્યાંથી ચાંપાનેર તરફ ગયો અને દરીઆખાનની સઘળી રોકડ પિતાને હસ્ત કરી. તેમજ કિલ્લાને ઉઘાડી પાકે પાયે સુલતાન ચાંપાનેરમાં બેઠો અને પ્રધાનપણાનું કામ મલેક બુરહાનુલમુક બંબાનીને સોંપ્યું અને સૈન્યાપતીની પદવી આલમખાન લોધીને મળી. ત્રણ માસ સુધી સુલતાનના ગ્રહો લાભકારી રહ્યા
એક દિવસે આલમે સુલતાનને અરજ કરી કે “ઈમાદુલમુકને દરીઆખાને પિતાની દેશબુદ્ધિને લીધે કાઢી મુકયો હતો જે તેને બોલાવવાને હુકમ હોય તો હાજર થઈને સરકારને પગે લાગે.” તેની અરજને અનુસરી સુલતાને આજ્ઞાપત્ર મોકલાવ્યો. ચરજીનામને ચિડીમાર સુલતાનના હુકમો અને સંદેશા આલમખાં પાસે લઈ જતો તેને મુહાફિઝખાનું માનનામ મળ્યું સુલતાનનો સોબતી બન્યો અને તે અલ્પ બુદ્ધિને માણસ પિતાને શુભેચ્છક અને નિમકહલાલ જાણતો હતો. આ વેળાએ ઈદુલમુક પણ આવી સુલતાનની સેવામાં હાજર થયે. ભરૂચ તેમજ સુરત બંદર સહિત સરકાર તરફથી તેને જાગીરમાં અપાયાં. પિતાની ગોઠવણ તથા બંદોબસ્ત કરવા સારૂ જાગીરમાં જવાની તેને પરવાનગી મળી.
ગજેગે એજ સમયમાં કે જ્યારે સુલતાન એક દિવસ મધુપાન કરી અતિ આનંદમાં હતો ત્યારે મુહાફિઝખાંએ યુક્તિ ઘડીને અરજ કરી કે જુના અમીરોને કાઢી મુકી નવા ભરવા જોઈએ.
૧ ડાભડીઆ કુવા પાસેની મસજદવાળો.