________________
ત૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૮ કૃતિના રહસ્યદર્શનને સમર્થિત કરે એવું છે. આ અનુવાદ એકંદરે સફળ અને આસ્વાદ્ય છે. એમના સમશ્લોકી અનુવાદમાં “ભગવદ્ગીતા' (૧૯૫૦), “વૈષ્ણવી ષોડશ ગ્રંથ' (૧૯૨૫), “શિક્ષાપત્રી' (૧૯૩૧) અને “ઉપનિષતપંચક' (૧૯૩૧) એ ચારે ધાર્મિક કૃતિઓ છે. એમાં “ભગવદ્ગીતાને સરળ, વિશદ અને ભાવવાહી અનુવાદ ઉત્તમ છે, અને ગીતાના અત્યાર સુધીમાં થયેલા અનેક અનુવાદમાં શિરોમણિ કહેવાય તેવો છે. સરળતાના આગ્રહી કિશોરલાલ મશરૂવાળાને એથી વધુ સરળ ભાષાંતર પિતાનાથી બની શકશે નહિ એ પ્રતીતિથી કવિના ગીતાભાષાંતરમાંથી પંક્તિઓ ને પંક્તિઓ પિતાના ભાષાંતરમાં જાહેર ઋણસ્વીકાર સાથે અપનાવી લેવી પડી છે. સંસ્કૃત ન જાણનાર ગીતાપ્રેમીઓ અને ગીતા-- પાઠકેને કવિને ગીતાનુવાદ સુંદર કામ આપે તે બન્યો છે. કવિની અંદરના ભક્ત દિલ રેડીને એ અનુવાદ કર્યો હોવાની છાપ પડે છે. અધ્યાયને અંતે ગીતાના કેટલાક સંસ્કૃત શબ્દોના અર્થ તથા તે વિશેની પિતાની મુશ્કેલી બતાવતી ટીકા કવિએ આપી છે તે તેમના તદર્થ અભ્યાસની બોલતી નિશાની છે. ઈશ, કઠ, કેન, પ્રશ્ન અને મુંડક એ પાંચ નાનાં પણ મહત્ત્વનાં ઉપનિષદનો કવિને સમલૈકી અનુવાદ ઉપનિષપંચક” પણ એવો જ સફળ અનુવાદ ગણાશે. તેમાં પણુ દરેક ઉપનિષદ પર આગળ અભ્યાસપૂર્ણ પરિચયાત્મક નેંધ તેમ જ પાછળ તેને સમજવામાં સહાયક થાય તેવી ટીકા કવિએ આપી છે. અનિરાક્રમમ7નું ગુજરાતીમાં “અણુતરછોડ હો” એમ કર્યું છે તે સિવાય અનુવાદ સારે થયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યપાલ્ય આદેશના લઘુગ્રંથ “શિક્ષાપત્રીને સરળ અનુષ્ણુપમાં કરેલું અનુવાદ ત્રણચાર ઠેકાણે “પરમ'નું “પરમ” ઉચ્ચારણ કરવું પડે (જેમ તો ગીતાના અનુવાદમાં પણ એકબે ઠેકાણે થયું છે. તે સિવાય સુપાક્ય બન્યો છે. વૈષ્ણવી છેડશ ગ્રંથમાં “ગ્રંથ' શબ્દ ભ્રામક છે, એ સોળે વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યની સંસ્કૃતમાં લખાયેલી લઘુ પદ્યકૃતિઓ જ છે. એમાંના પ્રથમ મુકાયેલા યમુનાષ્ટકને પૃથ્વી છંદ કવિને અનુવાદમાં ફાવ્યું છે. અનુષ્યપ તે એમને ફાવત છંદ છે જ. આ ચારે અનુવાદ કવિ ન્હાનાલાલની ધાર્મિકતાને ભાવતી અને એને પિષક આનંદદાયક પ્રવૃત્તિ એમને માટે બની હોવાનું સહેજે અનુમાન થાય.
આ અનુવાદગ્રંથની પ્રસ્તાવનાઓ, તેમનાં વ્યાખ્યાનોના સંગ્રહો, તેમનાં શાહનશાહ અકબરશાહ”, “શ્રી હર્ષદેવ', “કુરુક્ષેત્ર', “હરિસંહિતા' જેવાં પુસ્તકોની પ્રસ્તાવનાઓ તદંતર્ગત માહિતીના સંપાદન માટે, તેની વીગતના સાધારપણું ને સચ્ચાઈ માટે, તથા તેમાંથી કરવાનાં તારણ તારતમ્ય માટે કવિએ કરેલા અનેક પુસ્તકનાં વાચન-મનનના પુરુષાર્થની સુખદ પ્રતીતિ કરાવી રહે છે. પ્રકૃતિ પ્રધાન