________________
૭૬ ]
ગુજરાતી સાહિત્યના મંતિહાસ
[થ. ૪
પ્રાસંધમાં ભારતના પ્રતિનિધિમડળની સભ્ય તરીકે જાય, વિધાત્રી અમેરિકાના પ્રમુખના ચંદ્રિકામહેલ(વ્હાઇટ હાઉસ)માં અને પ્રેરણા ઈંગ્લૅંડના મહામંત્રીશ્વરના ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના નિમ ત્રણથી પહેાંચી જઈ મંત્રણા કરે અને એમને એમની મર્યાદાઓ બતાવી શીખવી આવે, નગાધિરાજ હિમાદ્રિના શિખરે પૃથ્વીનાં મહાજનૈાની પરિષદ મળે ને તેને કૈલાસી ઉદ્બાધે — આમ વાચકને તેમ કથાને કવિ જુદાં જુદાં સ્થળે લઈ જાય છે, પાત્રવૈવિધ્ય પણ થાડુંક સાથે છે અને કથાને આછુ પાતળુ` વસ્તુ પણ ગાઢવી આપે છે. કૈલાસીનાં શિષ્યા વિધાત્રી, પ્રેરણા, આદિની પવનપાવડી, ટાપીમાંના રેડિયાથી ગમે ત્યાં મળતા ને સાંભળી શકાતા સંદેશ, વીજકલમથી ગમે ત્યાં મેાકલાતા વીજસ દેશ, વીજકિરણેામાંથી નીકળી છત પર દેખાઈ થે।ડી વારે અદશ્ય થઈ જતા તેજ-અક્ષરે, વિદ્યાણુ, વિમાની સબમરીન વગેરે દ્વારા કવિએ વિજ્ઞાનના થઈ રહેલા વિકાસની સાથે પણ પેાતાની કલ્પનાને કથામાં ઠીક ચલાવી ભાવિ જગતની વિજ્ઞાનસિદ્ધિનેય કંઈક ખ્યાલ કથામાં આપ્યા છે. કથામાં ગુજરાત અને ભારતની બહારના મેાટા ફલકને વ્યાપતી ઈંગ્લેંડ, અમેરિકા, રશિયા, જાપાન, સ્પેન આદિ મેટા તેમ નાના દેશાનાં ભૂત-વર્તીમાનને તથા તેમની રાજનીતિ તથા મહત્ત્વાકાંક્ષાઓને સ્પર્શતી રાજકીય ચર્ચાએ ભેગી નારીમુક્તિ, શ્રમજીવીવાદ ઇ.ની પણ ચર્ચા અંદર કવિ કરે છે, તે તેમના રસનું ક્ષેત્ર કેટલું વિશાળ છે એની પ્રતીતિ કરાવે છે. પેલાં ત્રણ પાત્રયુગલેાને ન્હાનાલાલ-છાપનું સ્નેહયેાગીત્વ તથા આખી કથાને ન્હાનાલાલી ગદ્યશૈલી મળ્યાં હાવાની તેમ જ કસ્તૂરીમૃગનાં ધણુ ચરાવતી સુગંધાના હિમાલયવાસી પાત્રના કથામાં કવિએ કરાવેલા આગન્તુક પ્રવેશની કવિને એળખનારને નવાઈ લાગશે નહિ. એ સુગંધા ઇન્દુકુમાર'ની પાંખડી જેવું ન્હાનાલાલનું કાવ્યમય ભાવનાસર્જન છે. સ્પેને જિબ્રાલ્ટર પર કરેલા હકથી તથા જાપાને કરેલા સિંગાપુર ને એડન પરના આક્રમણથી ઘેાડીક તંગદિલી સરાવતી પરિસ્થિતિ લાવીને કથાને ઘેાડાક વાર્તારસ પણ કવિએ આપ્યા છે. જામ રણજિતની વિમાની સબમરીને ને બ્રિટનના પક્ષમાં જાપાનના હુમલાને હઠાવ્યાના પરાક્રમયશ આપીને કવિએ એ સદ્ભાવી મિત્ર પ્રત્યેનું ઋણ ઇતિહાસવ્યુત્ક્રમને દોષ વહેારી લઈને પણ વાળવાનું એમાં કર્યું છે તેને ક્ષમ્ય ગણી શકાય. એક દરે, આ કૃતિ પણ કવિનાં ‘વિશ્વગીતા' અને ‘અમરવેલ' અને ‘હરિસંહિતા' જેવું તેમનું એક વિશિષ્ટ સાહસ ગણાશે. સિદ્ધિ જેવી મળે તેવી, પણ સામાન્ય કે ચીલાચાલુ કરતાં મેાટી ફાળ ભરવાનું તેમને હમેશાં ગમ્યુ છે. એ તેમના વિમાનસ અને કવિપ્રતિભાની લાક્ષણિકતા છે.
અત્યારે જેને ‘લઘુ-કથા' નામથી ઓળખવામાં આવે છે. એવી સત્તર લઘુ