________________
પર] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ. ૪ કુરુક્ષેત્ર' વસ્તુપ્રધાન કથાકાવ્ય હાઈ કવિને માથે એમાં બધી ઘટનાઓ યથાક્રમ વર્ણવવાને ભાર રહ્યો છે. આમ હાઈ કવિનાં વર્ણન-કૌશલ અને ચિત્રકલાને એમાં સારો અવકાશ મળે છે. આઠમા કાંડમાં રાત્રિયુદ્ધમાં
કાળમીંઢ કાળી અંધાર સાંકળોએ
મધરાત ખાતી'તી હીંચકા હારે. એ શબ્દોમાં થતું રાત્રિનું વર્ણનઃ યુધિષ્ઠિર અને દુર્યોધનના સંગ્રામને વર્ણવતી નવમા કાંડની
આજે પૂરે હળ્યાં'તાં પાણી / ને ભાગતાંતાં ભેખડોને. | સામસામા અથડાય બે પવધધ / બે ગિરિકરાડેથી પડતા ને પછડાતા, / એ ધપૂરનાં ઊડે જળકણો તે દિશાઓને છાંટતા ને વધાવતા : / એવા અથડાયા બે મહારથો | પુરુમુગટના મને રથિયાઓના./ મહારના ઊછળ્યા અણુઅણુઓ, આભવિડારતો થયે વજકાટકો,/ અશ્વો ઊછળી પડથા દશ ધનુષ્યવા, / ને ઉંબાડિયાં રહ્યાં મહારનાં | કુરુક્ષેત્રને રણયજ્ઞ જણાવવાને. એ પંક્તિઓ અને દુર્યોધન તથા ભીમના ગદાયુદ્ધને વર્ણવતી દશમ કાંડની
ગ્રહ ગ્રહને અથડાય એમ | ગદાઓ અથડાતી ને વાયુ ગાજતો. પરસ્પરને હાથી સંઢ સપાટે કે શૈલશિખરે શિલાઓ વરસાવે ! એવા ગદાના ઘાવ પડતા./ વૃક્ષડાળી વૃક્ષડાળે અથડાય, ને મહીંથી તણખા ઝરે ! એમ તણખા ઝરતી ગદાઓ પછડાતી. | શિખર શિખરને ભેટવા જાય / એવા યોધરાજે ભયંકર ભાસતા.
એ પંક્તિઓ કવિએ મન સાથે લીધેલી મહાકાવ્યોચિત ઉપમાઓ (Homeric/ epic similes) આ કૃતિમાં નિજવાની પ્રતિજ્ઞાને કેવાં ભવ્ય ઉપમાચિત્રાથી પાર પાડી છે તેની વાનગીરૂપ છે. જેમ પિતાનાં આગળ ઉલ્લેખેલાં ખંડકાવ્યોમાં અને નાટકમાં તેમ આ મહાકાવ્ય કોટિની કથાત્મક કૃતિમાં કોઈ કેઈ કાંડમાં ઉચિત રીતે પ્રસંગલક્ષી તેમ ભાવદ્યોતક ગીતે પણ મૂક્યાં છે. શ્રીકૃષ્ણની સૌજન્યપૂર્ણ વિષ્ટિ નિષ્ફળ જતાં કુંતીએ તેમની જોડે મેકલેલા સંદેશાનું “પાર્થને કહો ચહડાવે બાણ, યુદ્ધાતે સંભળાવાતું “હરિ હારે યુગ ઉછળ નયનનમાં', ઉદ્વિગ્ન પાંડવોને પરમાત્માની સર્જન-પ્રલયની લીલા સમજાવતું ગણીઓનું હરિની રમણએ અમે નિસર્યા રે લોલ', અને એ જ રહસ્ય બીજી રીતે કહેતું કૃતિનું સમાપ્તિગીત “નકુળ ફુદડી ફરે રે લેલ આ મહાકાવ્યનાં તેમ કવિ ન્હાનાલાલનાં અને અર્વાચીન ગુજરાતી કવિતાનાં પણ પ્રથમ પંક્તિનાં ઊર્મિગીતા છે. - આમ સમર્થ કવિની પ્રતિભાને સંસ્પર્શ અનેક સ્થળે દેખાડતું “કુરુક્ષેત્ર’ સમગ્રપણે જતાં અભ્યાસીઓને મહાકાવ્ય તરીકે સંતોષ આપી ન શક્યું હોય તો તેને માટે વસ્તુવિધાનમાં ક્યાંક ક્યાંક વરતાતી અસંગતિ, મહાભારતીય પાત્રોના