________________
૫૫૦]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ છે. “રવીન્દ્રવીણા' (૧૯૪૪) રવીન્દ્રનાથના કાવ્યસંગ્રહ “સંચયિતા'નાં કાવ્યો પરથી રચાયેલાં ૬૬ કાવ્યોને સંગ્રહ છે. મેઘાણી આ કાવ્યમાં શબ્દશઃ અનુવાદને માર્ગે ચાલ્યા નથી. ક્યારેક તેમણે તળભૂમિને અનુરૂપ રૂપાંતર કર્યું છે તે કયારેક મૂળમાંથી પ્રેરણા મેળવીને અનુસર્જન કર્યું છે. રૂપાંતર-અનુસર્જનમાં તેમણે સોરઠી લેકઢાળો, રૂપમેળ વૃત્ત અને ક્યારેક ગદ્યને પણ પ્રયોગ કર્યો છે. અભિસાર', “સોનાનાવડી', “જાગેલું ઝરણ’, ‘બે પંખી' વગેરે “રવીન્દ્રવીણાનાં જાણતાં કાવ્યો છે. ઉમાશંકર જોશીએ “રવીન્દ્રવીણા'નાં કાવ્ય માટે એક માર્મિક વિધાન કર્યું છે. “મેઘાણીની લાક્ષણિક શૈલી “રવીન્દ્રવીણાંમાં ઢાકાની મલમલને સેરડી લેબડીના નવા આકર્ષક સ્વરૂપે રજૂ કરે છે જે આ વિધાનમાં ભોળાભાઈ પટેલને લાગ્યું છે તેમ “રવીન્દ્રવીણાનાં રૂપાંતરોનું યથાર્થ મૂલ્યાંકન ન હોય તોયે રૂપાંતરની પ્રક્રિયાને યથાર્થ પરિચય તો મળી રહે છે જ.
મેઘાણી ગાંધીપ્રેરિત દેશભાવનાથી તરબોળ ભીંજાયેલા કવિ છે. કેશિયા સુધી કવિતાને પહોંચાડવાની ગાંધીજીની ભાવનાની નિકટતમ જે કઈ કવિ હોય તે તે મેઘાણું છે. લોકસાહિત્ય માટેના સ્વયંભૂ પ્રેમ અને ગાંધીજીએ જગાવેલી યુગચેતનાના આવિષ્કારરૂપ તેમની કવિતામાં નો રણકે સંભળાયો. આ રણકે જેટલે યુગધર્મને આભારી છે એટલે કવિકર્મને પણ આભારી હોત તે “યુગવંદના' આપણુ કાવ્યસાહિત્યનું એક વિશિષ્ટ પરિબળ બની રહેત. કવિતાને જનતાને અવાજ બનાવવાની એક મહત્ત્વની પ્રક્રિયા મેઘાણએ શરૂ કરી હતી પરંતુ કવિપ્રતિભાની ઓછપને કારણે તેમની કવિતાની અપીલ અ૮ ૫જીવી નીવડી અને તેમણે આદરેલી કાવ્યપ્રક્રિયા ડેડ-ઍન્ડ’વાળા સાઇડટ્રેકમાં સ્થગિત થઈ ગઈ. નવલિકા
મેઘાણી “સૌરાષ્ટ્રમાં જોડાયા તે પહેલાં બાલસામયિક બાલમિત્ર'માં સ્ટરિઝ ઑફ પ્લાન્ટ લાઈફ' અને “ટેરિઝ ઑફ એનિમલ લાઈફ” એ બે અંગ્રેજી પુસ્તકમાંના સીધા કથેલા વિષયો પરથી વાર્તારૂપે લખાયેલાં “ભમરા), ગોકળગાવી, વરસાદનાં ટીપાં વગેરે લખાણે પ્રગટ થયાં હતાં. “સૌરાષ્ટ્રમાં જોડાયા ત્યારે લેકકથાઓ ડોશીમાની વાતે'ની અને ટાગોરની “કથા ઓ કાહિની' નામની પદબંધ કથાઓ પરથી રૂપાંતરિત “કુરબાનીની કથાઓ'ની હસ્તપ્રતો તૈયાર થઈ ગઈ હતી. વાર્તાલેખનને આ તેમને પ્રથમ તબકકો. બીજા તબક્કામાં સૌરાષ્ટ્રની રસધાર', સોરઠી બહારવટિયા, કંકાવટી વગેરેની લોકકથાઓના પુનઃકથન દ્વારા તેમની કલમ વાર્તાલેખન માટે બરાબર પળેટાઈ. ત્યાર પછી ત્રીજા તબક્કામાં મૌલિક વાર્તાઓનું સર્જન શરૂ થયું. ૧૯૩૧માં “કિશોરની વહુ' નામે પ્રથમ મૌલિક