________________
૫૪૨]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ ગ્રં. ૪
ભાવ નહિ પુછાય. મેઘાણીના સંપાદનમાં દેાષ જોતાં પહેલાં પ્રારંભકાર તરીકેની કેટલીક છૂટછાટ મૂકવી જ રહી. જોકે મેધાણીને કેટલીક સ્વભાવગત મર્યાદાઓ નડી છે તેની નોંધ આપણે લેવી જોઈએ. તેમની ઉલ્લેખનીય મર્યાદા છેઃ લાકકથાએની યથાતથ રજૂઆતને બદલે સર્જકતાનેા ગાઢ સ્પ, અતિશય ર`ગરાગભરી શૈલી, ઊર્મિલ અભિગમ અને મિશનરી આવેશ. આ ક્ષેત્રે મેધાણીની મર્યાદાઓની ગમે તેટલી કડક નોંધ લઈએ તાપણ તેમના કાર્યનું મૂલ્ય એન્ડ્રુ થાય તેમ નથી. તેમની નાનમ પણ મેટપ બની જાય તેવું કીમતી તેમનુ અર્પણ છે.
મેઘાણીને પ્રાપ્ત થયેલા ‘જીવનતત્ત્વનેા વારસા આપણને ૧૬ કથાસંગ્રહેા, ૧૦ ગીતસંગ્રહેા અને ૫ વિવેચનગ્રંથ રૂપે મળ્યા છે. ૧૯૨૩થી ૧૯૨૭ના ગાળામાં પ્રગટ થયેલા સૌરાષ્ટ્રની રસધાર'ના પાંચ ભાગોમાં સારડી જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની, યુદ્ધની ને દાસ્તાની, દારુણુ, કરુણ, ભીષણુ અને કામળ લાગણીઓની સાએક વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. તુલનાત્મક અભ્યાસ માટે સિંધી અને બંગાળી કથાઓને પણ સ્થાન આપ્યું છે. આ કથાઓની યથાતથ રજૂઆત કરવાને બદલે આલેખન-મંડનની વિવિધ રીતિએ અજમાવીને રંગદીશૈલીમાં પુનઃસર્જન કર્યું છે.
૧૯૨૦થી ૧૯૨૯ સુધીમાં પ્રગટ થયેલા સારઠી બહારવટિયા'ના ત્રણ ભાગમાં તેઓ જેને પ્રસંગવીર — પરિપૂર્ણ વીર નહિ — તરીકે ઓળખાવે છે તેવા વીર રામવાળા, જોગીદાસ ખુમાણુ, ભીમેા જત. ચાંપરાજ વાળા, વાલા નામેારી, મૂળુ માણેક વગેરે બહારવટિયાની કથાઓ છે. આ કથાને કેવળ કંઠસ્થ સાહિત્ય પર આધાર રાખીને એકઠી કરી નથી પણ તેની દસ્તાવેજી મૂલ્યવત્તા માટે શ્રૃતિહાસગ્રન્થેા, બહારવટિયાના સાગરીતા, પેાલીસખાતાના અધિકારીઓ વગેરેની પાસેથી મળેલી માહિતીને! પણ આધાર લીધેા છે. તેમ છતાં તેની રસભરી રજૂઆત માટે પ્રાપ્ત માહિતી પર કલ્પનાના વરખ ચઢાવવાનું એમણે અનિવાર્ય માન્યું છે. સંપાદકનું મૂળભૂત કર્તવ્ય વરખ ચઢાવવાનું નહિ પણ ચઢયો હોય તા ઊતરડી લેવાનુ છે તે વાત તેમને સમજાઈ નથી કે ગમી નથી.
કંકાવટી’(૧૯૨૭–૨૮)ના બે ભાગમાં કુલ ૪૬ વ્રતકથાઓ છે. વ્રતકથાએના સંપાદન પાછળનેા તેમને હેતુ જૂના આદર્શો અને ભાવનાએની જાળવણીના છે. બહુજનસમાજને નરી પરીકથાની મેાહક સૃષ્ટિને પરિચય મળી રહે તે તેનું આનુષંગિક ફળ છે. પ્રવેશકેા કંઠસ્થ વ્રતસાહિત્ય' અને શાસ્ત્રવ્રતા અને લેકવ્રતા'માં દ્વિષયક અભ્યાસપૂર્ણ માહિતી છે. સારઠી ગીતકથાઓ’(૧૯૩૧)માં ‘મેહાઉજળી’, 'શેણી-વિજાણું' વગેરે કરુણાન્ત પ્રેમકથાઓ છે. (તેની