________________
પ્ર. ૨]
- ન્હાનાલાલ
[૪૫.
જેટલા બાળગમ્ય બનેલા તેટલા એના ઉત્તરાર્ધ મહેતા બન્યા, પણ ન્હાનાલાલનું કવિશિષ્ટ -
આકાશે પલકે ને ઝીણું ઝીણું મલકે; અંધારી રાતે એ દેવ કેરી આંખો,
ન્હાનકડી ઉધાડે તેજ કેરી પાંખો. એ ‘તારાના ઉત્તરાર્ધમાં આહલાદક રીતે ચમક્યા વિના રહ્યું નથી. બાળકે સુધી એ પહોંચી શક્યું ન હોય તો એમાં વાંક એમને શિક્ષકેને જ ગણાય. “બાળકાવ્યો” પુસ્તિકામાં કવિએ મૂકેલાં બધાં કાવ્યોને બાળકાવ્ય કહી શકાય તેમ નથી. જેને તેવાં ને સફળ બાળકાવ્ય કહી શકાય તેમાં ઉપર ગણાવ્યાં તે ઉપરાંત મધમાખી, કેયલ, ડાંગરનાં ખેતર”, “લણણી” અને “નાવને કપ્તાન” એટલાંને ખુશીથી. ગણાવી શકાય. ડાંગરનાં ખેતર જળભરેલા ક્યારા, ચિંચો, “ઉપર કેસરવર્ણા ફૂલંવાળી “હરિયાળી સળીઓ,” લીલી પીળી ઝૂલવાળા ‘હાથી શા” ડોલતા આંબા– એ બધાં સાથે ચંડોળ ને કોયલના પણ ઉલ્લેખ ખેતરનું બાળગમ્ય પ્રભાતચિત્ર અછું આલેખી આપે છે. “લણણી લણે'ના શ્રમગાન સાથે લણણને સહયોગ નિમંત્રનું ‘લણણી બાળકે માટેનું સારું અભિનયગીત બની શકે એવું છે. “જેજે કહું છું, થઈશ ખરે ! હું કઈક દિન કપ્તાન અને “ભરતી છે કે ઓટ ભલે હા, સિધ્ધ મહારું સુકાન જેવી પંક્તિઓવાળું ‘નાવનો કપ્તાન” બાળકોમાં એવી મહત્ત્વાકાંક્ષા રોપે એવું છે. આ કવિએ આવાં કાવ્યોથી ગુજરાતની ઊગતી બાળપેઢીનેય કંઈક ગાવા જેવું આપ્યું ગણાશે.
ન્હાનાલાલના ઊર્મિકાવ્ય-સમુદાયમાં એમને પ્રેમાકરને પાત્ર વ્યક્તિવિશેષોને માટે લખાયેલાં અંજલિકાવ્યો ધ્યાન ખેંચ્યા વિના રહેતાં નથી. બાવા લિંગરાજનું શબ્દચિત્ર ગરબીના ઢાળમાં આલેખતા લેલિંગરાજ' કાવ્યને તે યૌવના', સૌભાગ્યવતી’ના વર્ગને “રાજવીર જેવું ચિત્રદર્શનાત્મક વ્યક્તિ-કાવ્ય ગણવામાં વાંધો નથી. ખરાં અંજલિકાવ્યમાં “પિતૃતર્પણ”, “ગુરુદેવ', “ગુજરાતનો તપસ્વી', અને “સૌરાષ્ટ્રને સાધુ” એ ચાર કાવ્યો આવે. એમાં સર્વોત્તમ ઠરે એવું પિતૃતર્પણ” કવિપુત્ર ન્હાનાલાલે પિતા દલપતરામને પિતાને “ભગવદ્ગીતાના સમશ્લોકી ગુજરાતી અનુવાદનું કરેલું અર્પણકાવ્ય છે. ગંભીરઘાણી પ્રાસબદ્ધ અનુ
પમાં પિતાના સ્થળ અને લક્ષણ શરીરને પુત્રસહજ ભક્તિ-ભાવભરી અને કવિતાઈ વાણીમાં સ્તવતા કવિ નાનપણમાં પોતાનાં “અળવીતરાંઓથી એમને, કચવ્યા દૂભવ્યા હેવાને પશ્ચાત્તાપ જે લાગણીભીની ભાષામાં વ્યક્ત કરી અંગતા