________________
૫૧૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ર, ૪
પડચા વિના છે. રજૂ કરતા, પરંતુ ધૂમકેતુમાં તા વિચારાધારે પાત્રને ઊંધા ક્રમ ઘણી વાર દેખાય છે.
નરવી મા`િક વિનેદવૃત્તિ દાખવતી ‘એક ટૂંકી મુસાફરી' તથા ‘હતા ત્યાં ને ત્યાં' જેવી હાસ્યરસિક વાર્તાએ ધૂમકેતુએ આપી છે. માનવચારિત્રની નબળાઈમાંથી જન્મતુ, પરંતુ એ દુળતાઓ પ્રત્યે સમભાવશીલ સ્મિત પ્રેરતુ હાસ્ય ધૂમકેતુએ પ્રસ્તુત કૃતિમાં રેલાવ્યું છે. એ જ ધૂમકેતુ, હું પણ વિતદ કરી શકું છું, એવી કંઈક સભાન મનેાવૃત્તિથી પ્રેરાઈને હાસ્ય જન્માવવાને નિષ્ફળ પ્રયાસ કરતી ‘પાર પેન' જેવી વાર્તા લખે કે પછી અરુચિકર અને સાવ સ્થૂળ હાસ્ય જન્માવતી (હાસ્યને પ્રગટાવવા માટે લેખકને એક સ્થળે ગાયની પાછળ ધણખૂટને દોડાવવા પડયો છે!) એક વિચિત્ર અનુભવ' જેવી વાર્તા જ્યારે રચે ત્યારે ખુદ વાચકને એક વિચિત્રતર અનુભવ થાય એમાં શું આશ્ચર્યું ?
ધૂમકેતુની ટૂંકી વાર્તાઓમાં જીવન તરફના સમ્યક્ દિણુ નથી અનુભવાતા. શહેર-ગામડું, જૂની પેઢી—નવી પેઢી, ઊજળું તથા કાળું, એવા લગભગ સ્થિતિચુસ્ત ખાનાંઓમાં તે જીવનને વહેંચી દેતા જણાય છે. જીવન તરફના એમના પ્રતિભાવા લગભગ પૂર્વનિશ્ચિત પ્રકારના (set responses) જણાશે. વાર્તાકાર તરીકે પેાતાની લઢણાનું, સર્જક તરીકેની પાછળની તદ્રાવસ્થા દરમિયાન, ધૂમકેતુ નીરસ પુનરાવર્તન કર્યા કરે છે. વાકપલઢણા, પ્રસંગો, પાત્રા અને લાગણીઓનાં ધૂમકેતુનાં નિરૂપણામાં આવાં યાંત્રિક પુનરાવર્તને દેખાશે એમની ધણી વાર્તાએ સક તરીકેની અદમ્ય સિસક્ષાવૃત્તિમાંથી પ્રગટતી હૈાય એવું જણાતું નથી. એમાં વાર્તાકલા ઉપરની લેખકની ામેલી હથેાટી દેખાય છે. પરંતુ પરિપાકમાં નિર્જીવતા વરતાય છે. એમની વાર્તાએ કયારેક લૂખી અહેવાલાત્મક રીતિમાં સરી પડે છે. વાચકની બુદ્ધિશક્તિ ઉપર એમને આછા ભરીસા હશે કે કેમ, લેખક એમની વાર્તાઓમાં કશું વ્યંજિત રહેવા દેતા નથી, વાર્તાની વચ્ચે વચ્ચે કૅામેન્ટરી કર્યાં કરે છે અને વાર્તાઓમાંથી બધુ... વાળીઝૂડીને વાચકના લાભાથે વાચકના હાથમાં સૂત્રાત્મક વિચારસંભારનું — જીવનદર્શનનુ` એક અલગ પડીકું પડાવી દે છે, “લે ભાઈ, લેતા જા, તને ખપ લાગશે”–એ ઢખે.... ખુદ પ્રસંગેા અને પાત્રાને તેઓ કેટલીક વાર કેમ ખાલવા નહિ દેતા હેાય ? કલાકાર તરીકેનું તાટસ્થ્ય વીસરીને વાર્તાની વચ્ચે સૂત્રેાચ્ચારણા કરવા માટે તેઓ કેમ ધસી આવતા હશે ? વાર્તાને અંતે “ઇતિ સિદ્ધમ્ ” (Q. E. D.) કરવાતા આગ્રહ શા માટે સેવતા હશે? કૃતિને છેવાડે સામાજિક રાગદેગનું નિવારણ કરતું પ્રિસ્ક્રિપ્શન કેમ ચોંટાડી બેસતા હશે ? એવા એવા પ્રશ્નો જાગ્રત વાચકેાને અવશ્ય થવાના.