________________
૫૧૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2' ૪
(modern) લેખકાના એક સમકાલીન સર્જીક ધૂમકેતુ ખરા, પરંતુ સ્વાતંત્ર્યાત્તર સાહિત્યપ્રવાહ સાથે સ્વાભાવિક રીતે જ એમનું કેાઈ અનુસ ંધાન નથી જણાતું. ઢકીવાર્તાઓ
કૃતિઓ : (૧) તણુખા મંડળ પહેલું (૧૯૨૬), (૨) તણખા મંડળ ખીજુ (૧૯૨૮), (૩) તણખા મંડળ ત્રીજુ` (૧૯૩૨), (૪) ‘અવશેષ’ (૧૯૩૨), (૫) પ્રદીપ (૧૯૩૩), (૬) તણખા મંડળ ચેાથુ' (૧૯૩૬), (૭) મલ્લિકા અને બીજી વાર્તા (૧૯૩૭), (૮) ત્રિભેટા (૧૯૩૮), (૯) આકાશદીપ (૧૯૪૭), (૧૦) પરિશેષ (૧૯૪૯), (૧૧) અનામિકા (૧૯૪૯), (૧૨) વનછાયા (૧૯૪૯), (૧૩) પ્રતિબિંબ (૧૯૫૧), (૧૪) વનરેખા (૧૯૫૨), (૧૫) જલદીપ (૧૯૫૩), (૧૬) વનકુંજ (૧૯૫૪), (૧૭) વનવેણુ (૧૯૫૬), (૧૮) મંગલદીપ (૧૯૫૭), (૧૯) ચન્દ્રરેખા (૧૯૫૯), (૨૦) નિકુંજ (૧૯૬૦), (૨૧) સાંધ્યરંગ (૧૯૬૧), (૨૨) સાંધ્યતેજ (૧૯૬૨), (૨૩) વસંતકુંજ (૧૯૬૪), (૨૪) છેલ્લા ઝબકારા (૧૯૬૪). ધૂમકેતુની કોષ્ઠ વાર્તાઓ' (૧૯૫૮), ધૂમકેતુનાં વાર્તારત્ના' (૧૯૬૬) વગેરે એમની ચૂંટેલી વાર્તાઓનાં સંપાદના પણ પ્રગટ થયાં છે.
ધૂમકેતુની ટૂંકી વાર્તાને મલયાનિલ, ધનસુખલાલ મહેતા અને કનૈયાલાલ મુનશી પછીના ગુજરાતી ટૂંકી વાર્તાના સાહિત્યનું પહેલું સકાચભેદક બળ ગણી શકાય. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તાની પ્રમાણમાં સીમિત સૃષ્ટિમાં માટે ભાગે શહેરના શિક્ષિત સમાજનું જીવન આલેખાતું હતુ' અને એમાં પણ ભાવની તીવ્રતા નહેાતી. પરિસ્થિતિ, પાત્ર અને કથાવસ્તુનું માતબર વૈચિત્ર્ય ધૂમકેતુની વાર્તાસૃષ્ટિએ આણ્યું. એમની પૂર્વે વાર્તાનાં પાત્રા શહેરના શિક્ષિત સમુદાયના એક મર્યાદિત ફલકમાંથી માટે ભાગે આવતાં હતાં. ધૂમકેતુની વાર્તાઓમાં એ ફલકના અપૂર્વ કહી શકાય એવા વિસ્તાર સિદ્ધ થયા.
ગામડાંઓમાં, નગરના કંગાલ લત્તામાં અને અશિક્ષિત કહેવાતા માનવસમુદાયમાં શાક કે પ્રેમનું સંવેદન અનુભવી શકે એવાં નર-નાર વસી શકે એ પૂધૂમકેતુકાળના વાર્તાકારાને મન, વિજયરાય વૈદ્ય બતાવ્યું છે એમ, લગભગ કલ્પનાતીત બાબત હતી. ધૂમકેતુએ ટૂંકી વાર્તાના ફલકને વિષયની દૃષ્ટિએ અપૂર્વ વિશાળતા અપી. પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીનકાળને સ્પર્શતી અને કયારેક તા ભાવિ જગતમાં ડાકિયું કરવા મથતી (‘કવિતાના પુનર્જન્મ’ જેવી) ટ્રેંકી વાર્તાએ એમણે રચી. ગુજરાતના નાના ગામડાથી માંડીને હિમાલયની ગાદ સુધીની વૈવિધ્યસભર પશ્ચાદ્ભૂમિકાવાળી વાર્તાએ ધૂમકેતુએ રચી છે. એમની