________________
૪૯૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
અને સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને વાર્તાકારે લેકરંજન માટે ઠીકઠીક સામગ્રી એમાં પીરસી દીધી છે. પૂર્ણિમા” એમની અન્ય નવલકથાઓ જેટલી જ રસપ્રદ બની શકી છે.
રમણલાલની અનેક નવલકથાઓમાં ભારેલે અગ્નિ (ઈ. ૧૯૩૫) કંઈક નવી તરાહ પ્રગટ કરે છે. રમણલાલે એમની આ નવલકથામાં અઢારસે સત્તાવનના સંગ્રામની ભૂમિકા લીધી છે. એ સંગ્રામમાં આપણા દેશના નવયુવાનોએ કેવી ખુમારી, શરવીરતા અને ખેલદિલી દાખવ્યાં તેનો પ્રેરક ચિતાર છે. ગૌતમ અને મંગળ પાંડેનાં પાત્રોની કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રભક્તિ વાચકને સ્પર્શી જાય તેવી રીતે નિરૂપાઈ છે. અંગ્રેજ સરદારને કાળાઓ પ્રત્યે તિરસ્કાર, એમની જોહુકમી, એમનું હિચકારાપણું ઇત્યાદિનાં રસિક ચિત્રો તે એમાં છે જ; પરંતુ લેખકે અંગ્રેજોની શિસ્તભાવના અને નીડરતાને પણ બિરદાવી છે. આ સમગ્ર સંગ્રામ દેશી સૈન્યના આગેવાનીમાં એકબીજા પ્રત્યે અવિશ્વાસ, તેમ જ સ્વાર્થ અને કુસંપને કારણે અંતે કેવો નિષ્ફળ નીવડ્યો તેને ચિતાર આકર્ષક છે. અંગ્રેજ અને ભારતના સૈનિકોને સંગ્રામની વચમાં વાર્તાકારે સમગ્ર વિશ્વને અહિંસા, શસ્ત્રસંન્યાસ અને સ્ત્રી સન્માનનાં મૂલ્યોનું ઉબોધન કરતા રુદ્રદત્તનું પાત્ર ઉપસાવ્યું છે. અહિંસાની ભાવના ભારતમાં યુગજૂની છે, પરંતુ રાજકારણમાં અહિંસા અને શસ્ત્રસંન્યાસ વગેરે મૂલ્ય મહદ્દઅંશે વીસમી સદીમાં વિકસ્યાં. ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાને વ્યાપક પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં અને પછી ભારતમાં વીસમી સદીમાં કર્યો. રુદ્રદત્તનું પાત્ર વાર્તાકારે ગાંધીજીને નમૂના પર રચ્યું હોય એમ જણાઈ આવે છે. પણ એમણે જે સમયગાળે નવલકથાની ભૂમિકારૂપે પસંદ કર્યો છે તે સમયગાળામાં રુદ્રદત્તની ભાવનાઓ અને એમનાં યુદ્ધ વિશેનાં મંતવ્ય અજુગતાં લાગે છે. વાર્તાકારની ભાવનાશીલતા એમને આ અસંભવિતતા તરફ ખેંચી ગઈ છે. આ સંગ્રામમાં ગુજરાતની પ્રજા ખાસ સંડોવાઈ નહતી તેમ છતાં ગુજરાતને એમણે સંગ્રામના એક મહત્ત્વના મથક તરીકે વર્ણવીને રદત્તને ક્રાન્તિવીરોના આચાર્ય પદે સ્થાપ્યો છે. એમાં એતિહાસિક ઘટનાઓ પ્રત્યે તેમણે અજુગતી છૂટ લીધી છે એવી ટીકા ખોટી નથી. “ભારેલે અગ્નિ માત્ર યુદ્ધની રમ્યગાથા નથી. એ નવલકથામાં રુદ્રદત્તની પૌત્રી તરીકે આશ્રમમાં ઊછરતી વાછરડા જેવી કલ્યાણ અને ગૌતમ સાથેના તેના અનુનયની કરુણમધુર કથા હદયસ્પર્શી છે. કલ્યાણ એના ગૌતમ પ્રત્યેના પ્રેમમાં જે ઉદાત્ત ભાવના દાખવે છે, ગૌતમને એ જે રીતે શૌર્ય માટે પ્રેરે છે તે કલ્યાણના સમગ્ર વ્યક્તિત્વને ઝળહળાવી મૂકે છે. વાર્તાકારે ગૌતમ-કલ્યાણના પ્રેમને સુખાંત બતાવ્યા