________________
અભિરુચિઓ પણ એક આનુષંગિક લાભ જ છે. આ કાર્યને ન્યાય આપી શકે એવા લગભગ બધા ઉત્તમ વિવેચકોને સહકાર ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રાર્થેલે છે. અમને જણાવતા આનંદ થાય છે કે આપણું વિદ્વાનોએ આ કાર્યમાં ઉમંગભેર સહકાર અમને આપ્યો છે. એ સર્વ વિદ્વાનેને પરિષદ તરફથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
સાહિત્યનો ઈતિહાસ આલેખવો એ એક સાહસ છે. જીવંત લેખકની મનઃસૃષ્ટિને પાર પામવો એ જ જે દોહ્યલું કામ હોય તે જેઓ હયાત નથી એમને વિશે માહિતી તારવવી અને અનુમાન સારવવાં એ તો ખરેખરું કપરું કામ છે. પરિણામે, સર્જનને સામાજિક સંદર્ભમાં મૂકી આપીને સમગ્ર પ્રજાના જીવનમાં તેના, આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવકથિત, “વાય ચિંતન્ય’ના આવિભવને આલેખ આપીને કૃતાર્થતા અનુભવી રહે છે. સાહિત્યના ઈતિહાસે કર્તા અને કૃતિની મુલવણીનું વિવેચનકાર્ય પણ કરવાનું રહે છે. અનેક લેખકોને સહકાર મેળવીને સાહિત્યને ઈતિહાસ તૈયાર કરવાનું હોય ત્યારે એને વિવેચનઅંશ વિશેષપણે એકધારે કેટલે ઊપસી આવે એ જોવાનું રહે. બાકી ઝાઝા હાથે તૈયાર થયેલે ઈતિહાસ તત્ત્વતઃ વર્ણનાત્મક રહેવાને.
આ કાર્યમાં પરિષદને પ્રેરવાને માટે સૌ પ્રથમ આભાર ગુજરાત રાજ્યના એ સમયના મુખ્ય મંત્રીશ્રી સ્વ. બળવંતરાય મહેતાને માનવાનો રહે છે. પરિષદના કાર્યવાહકેને સામેથી સંપર્ક સાધીને એમણે કરવા જેવાં કામોની અને કામ ઉપાડી શકે એવી સંસ્થાઓની ટીપ માગેલી અને ધરખમ આર્થિક સહાયનું વચન પણ આપેલું. એ પ્રમાણે અનેક સંસ્થાઓ પાસેથી એમણે સૂચને પણ માગેલાં. ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઈતિહાસનું આ કાર્ય એમના પ્રોત્સાહનનું જ એક ફળ છે. સામાન્ય વહીવટવિભાગના તા. ૭–૧૦–૧૯૬૭ના સરકારી ઠરાવ નં. પરચ-૧૦૬૬-૬૭૯૭–આ–થી ગુજરાત સરકારે ચોથી પંચવર્ષીય યેજના હેઠળની યેજના નં. ૫૦૩ અનુસાર વિધિસર આ કાર્ય પરિષદને સોંપ્યું હતું. આ સ્થાને અમે સ્વ. બળવંતરાય મહેતાની સાહિત્ય-સંસ્કારપ્રીતિનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ અને ગુજરાત સરકારને માતબર આર્થિક અનુદાન માટે આભાર માનીએ છીએ.
સરકારશ્રીની આ અનુદાનયોજના મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદની એ સમયની કાર્યવાહક સમિતિએ એમની તા. ૧૪-૧૧-૬૭ની બેઠકમાં સાહિત્યના ઈતિહાસલેખન અંગે માર્ગદર્શન આપવા નીચેના સભ્યોની નિયુક્તિ કરી હતી?