________________
પ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[ ૪૮૭
બનાવ્યાં છે. વિલાયન દ્વારા લેખકે સમકાલીન સાક્ષરાના આડંબરની ઠેકડી કરી છે. વિલેાચનનું પાત્ર મુખ્ય કથાપ્રવાહમાં સમરસ બનીને એક નવું પરિમાણુ ઉમેરે છે. રમણલાલના વિનાની વિશેષતા એ છે કે એ સ્વચ્છ અને નરવા હાય છે. સહુ ક્રાઈ માણી શકે એવા તે નિર્દોષ અને મીઠા હૈાય છે. અલબત્ત એમની ઉત્તરવયમાં લખાયેલી 'પ્રલય' જેવી નવલકથામાં વાર્તાકારના વિનેદ આકરા કટાક્ષપ્રહારનું રૂપ ધરીને આવે છે. વાર્તાકારની ગુલાખી હાસ્યવૃત્તિ કટુતાભરી નુકંતેચીનીમાં પલટાઈ ગયેલી દેખાય છે.
ગ્રામલક્ષ્મી : ગાંધીયુગનુ એક સમ` કલાત્મક ચિત્ર જો દિવ્યચક્ષુ'માં છે તા ખીજુ એ જ યુગનું વિશાળ ફલક પર આલેખાયેલું ચિત્ર લેખકની ‘ગ્રામલક્ષ્મી' (ચાર ભાગ, ૧૯૩૩, ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૭)માં મળે છે. ગાંધીજીએ ગ્રામેાહાર વિના રાષ્ટ્રાદ્ધાર શકય નથી એ વાત લેાકેાને ઠસાવી હતી અને સંખ્યાબંધ કા કરી ગાંધીજીની પ્રેરણાથી ગામડાંમાં દટાઈ ગયા હતા. રમણુલાલે અશ્વિનમાં એવા કાર્યકર કલ્પ્યા છે અને ગાંધીજીને! ગ્રામેાહારના આદર્શ એના પ્રત્યક્ષ કા દ્વારા સિદ્ધ થતા બતાવ્યા છે. લાકકલ્યાણ માટે ગ્રામસેવા ઊભા કરવાની કલ્પના પ્રથમ વાર ‘સરસ્વતીચંદ્ર' નવલકથામાં ગેાવર્ધનરામે કરી. પણ સરસ્વતીચંદ્ર કલ્યાણગ્રામને! માત્ર નકરો! કરીને અટકી ગયા. રાષ્ટ્રના ઉત્થાન માટે એ યેાજનાની દિશા સાચી હતી. પણ સરસ્વતીચંદ્રની વાત માત્ર ઉત્તમ ભાવનારૂપે જ પ્રગટ થઈ. એની યાજનાના અમલ થઈ શકયો નહિ. ગાંધીયુગમાં સેા મણુ વિચાર કરતાં પણ રતીભાર આચરણના — સક્રિયતાને મહિમા થયે અને નવલકથાઓમાં પણ પાત્રા માત્ર વિચારક બની ન રહેતાં રચનાત્મક કાર્યમાં પ્રવૃત્ત થતાં દેખાવા માંડયાં. ‘ગ્રામલક્ષ્મી'માં એન્જિનિયર બનીને નેકરી વિના નાસીપાસ થયેલા અશ્વિન પેાતાને ગામડે પાછે! આવ્યા અને ઘેાડાક માનસિક સંધર્ષ પછી ગ્રામલક્ષ્મીની પ્રેરણાથી ગ્રામેાધારના કાર્યોંમાં લાગી ગયા, ગ્રામે દ્વારા વિશાળ કાર્યકમ સિદ્ધ થતા દર્શાવવા માટે નવલકથાને એકાદ ભાગ પર્યાપ્ત થયા નહિ, ગ્રામસમાજની સંખ્યાબંધ સમસ્યાઓની છણુાવટ કરવા માટે અને ગ્રામાદ્વાર માટે સરકારી કે ગાંધીચીંધ્યે રાહ કે સામ્યવાદ એ પ્રશ્નની વિગતે ચર્ચા થઈ શકે તે હેતુથી લેખકે ‘ગ્રામલક્ષ્મી'ના ચાર ભાગ પ્રકટ કર્યા. રમણલાલની એ મહત્ત્વાકાંક્ષી નવલકથા છે પણુ કથાનું મુખ્ય વક્તવ્ય સુદી અને અપ્રસ્તુત ચર્ચાઓમાં રાળાઈ ગયું છે. વાર્તાકાર પાતે પણ આ ક્ષતિ અંગે સભાન છે. એથી ‘ગ્રામલક્ષ્મી'ના ચેાથા ભાગની પ્રસ્તાવનામાં (ઈ. ૧૯૩૭) એ અદેશા વ્યક્ત કરે છે ‘ગ્રામલક્ષ્મી' જેવી લખાણભરી નવલકથાનાં તત્ત્વે ચૂંથાઈ ગયાં હાય