SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૨ ) રમણલાલ દેસાઈ [૪૮૩ ખાતર મૃત્યુ પણ સ્વીકારે છે. રમણલાલની ઋજુસૌમ્ય પ્રકૃતિ એમની નવલકથાનાં પાત્રોને માટે થોડીક મુશ્કેલી પછી પ્રેમનો માર્ગ આસાન કરી આપે છે. તેમ છતાં રમણલાલની નવલકથાઓમાં પ્રેમનું નિરૂપણ સસ્તુ અને નીચી કક્ષાનું નથી. એમના પ્રેમનિરૂપણમાં એક પ્રકારનું આભિજાત્ય અને સંસ્કારિતા પ્રગટે છે. ગુજરાતના મધ્યમ વર્ગના કુટુંબની માધુરી તેમાં ફરે છે. એ પ્રેમ મૃદુ, શિષ્ટ અને કર્તવ્યપરાયણ છે અને તેમાં ત્યાગની ભાવના છે. “પૂર્ણિમા” જેવી ગણિકાજીવનને લગતી નવલકથામાં પણ ગણિકા રાજેશ્વરીના પ્રેમમાં ક્યાંય બીભત્સતા, આછકલાઈ કે ચાંચલ્ય નથી. એના પ્રેમમાં પણ શિષ્ટતા ને સંસ્કારિતાની ફોરમ છે. “શિરીષ'માં શિરીષ અને સોહિણના દામ્પત્યમાં આરંભે થે ડુંક ચાંચલ્ય વરતાય છે, એમનાં જીવનમાં પરસ્પર ગેરસમજમાંથી સહેજ સંઘર્ષ થાય છે. બંને વિયોગ વેઠતાં જગતની પાઠશાળામાં ઘડાય છે. અને ફરી એમના દામ્પત્યમાં શુદ્ધ, મધુર ને સંસ્કારી ઉડે પ્રેમ મોરી ઊઠે છે. ભારેલો અગ્નિ અને “દિવ્યચક્ષુ'માં ત્યાગમય પ્રેમનું મનોહર નિરૂપણ છે. ગૌતમને ઝંખનારી કલ્યાણને પ્રેમ ગૌતમના ઉત્કર્ષ માં, એની જીવનભાવનાના વિકાસમાં જ રાચે છે. ગૌતમના શ્રેય માટે એ પિતાના સુખને જતું કરે છે. એના પ્રેમમાં માતામાં શિશુ પ્રત્યે હોય તેવી ઉગ્યતા છે, ઊંડાણ છે. ભૌતિક પ્રેમસુખને તો તે ભાગ્યે જ વિચાર કરે છે. “દિવ્યચક્ષુ'માં રંજનને પ્રેમ પણ એવો જ નિસ્વાર્થ અને આત્મભોગમાં રાચનારો છે. “કેકિલા'માં તો જગદીશ પ્રત્યે કોકિલાને પ્રેમ અખૂટ છે. કોકિલાના સમગ્ર અસ્તિત્વમાં જગદીશ છવાઈ ગયો છે. એને આનંદ પતિ માટે સ્વાર્પણમાં છે. કોકિલાના પાત્ર દ્વારા લેખકે ગુજરાતી નારીની પ્રેમમાધુરીને સરસ અભિવ્યક્ત કરી છે. ગુજરાતના ગૃહજીવનનાં – દામ્પત્યપ્રેમનાં આવાં અભિજાતયુક્ત, સ્વચ્છ, સુરેખ, રળિયામણું અને ગુણાનુરાગી દષ્ટિવાળાં ચિત્રો કદાચ પહેલી વાર વિપુલ સંખ્યામાં રમણલાલની નવલકથાઓમાં મળે છે. એ ચિત્રોને રમણલાલની ભાવનાને સ્પર્શ થયો છે. ગુજરાતના નારીજીવનનાં શીલ અને શાલીનતાને તેમણે અંતરની પ્રફુલ્લતાથી વ્યક્ત કર્યા છે. કોકિલાના નિઃસ્વાર્થ વિશુદ્ધ અને ઉત્કટ પતિપ્રેમને નવલકથાના ખલનાયક જેવા જુગલકિશોર ઉફે નાથબાવા ઉપર પણ પ્રબળ પ્રભાવ પડે છે. એ પિતાની પત્ની પ્રત્યેની પ્રેમશંકામાંથી મુક્ત થાય છે અને આપઘાતને માર્ગેથી પાછા વળે છે. રમણલાલની પ્રેમમાધુરી તેમની ઘણું બધી નવલકથાઓમાં પ્રગટ થાય છે. જગદીશની ઉક્તિઓમાં પ્રેમ વિષેની ભાવના પ્રગટ થાય છે: “એ શરતી પ્રેમ એ બજાર ચીજ છે. કિંમત આપી માલ લેવા જેવું થાય છે. પત્ની તમને પ્રેમ આપે તે જ તમે એને સારો પ્રેમ આપી શકે તે એમાં મરવાપણું ક્યાં રહ્યું ?
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy