________________
પ્ર. ૧૧ ]. ડેલરરાય માંકડ
[૪૭૧ પૂરે એક તપ એમણે એમાં કામ કર્યું અને ‘વાનપ્રસ્થાશ્રમ નહિ પણ ગ્રામપ્રસ્થાશ્રમના પિતાના સંકલ્પને ચરિતાર્થ કર્યો.
૧૯૬ થી ૬ દરમ્યાન અલિયાબાડાના “હરિભાઈ સંશોધન કેન્દ્રના નિયામક તરીકે અને ૧૯૬૬થી, નવી સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે રહ્યા. ૧૯૭ની ૨૯મી ઑગસ્ટે અલિયાબાડામાં એમનું અવસાન થયેલું.
વિવેચન ડોલરરાયના વિવેચનનું પ્રધાન લક્ષણ એમની તત્વદર્શિતા છે. કેઈ પણ પ્રકારના વિવેચનમાં એમની દષ્ટિ તત્ત્વગ્રહણ માટે પ્રવૃત્ત થઈ કશોક મૌલિક તારણ પર પહોંચતી હોય છે–પછી એ પ્રાચ્યવિદ્યાને કોઈ જટિલ મુદ્દો હોય કે કઈ કૃતિ વિશે વાત થતી હોય. બીજુ, પૃથક્કરણ-વગાં કરણની પદ્ધતિએ એમનું વિવેચન ચાલતું હોય છે. એમાં પેલા તત્ત્વદ્રષ્ટા ઉપરાંત એમનામાંના શિક્ષકની હાજરી પણ વરતાય છે. આ કારણે એમનાં લખાણે સુરેખ અને વિશદ બની આવ્યાં છે. ત્રીજુ, એમને સાહિત્યવિચાર વિશાળ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં થતો હોય છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિચિંતન, કેળવણીમાં એમની રૂચિ અને એમની ઊંડી ગતિ સાહિત્યવિચારણા પર પણ પ્રભાવ પાડતાં રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થામાંની એમની શ્રદ્ધાને લીધે એમના સાહિત્યવિચારમાં નીતિલક્ષી દૃષ્ટિકોણ પણ ઉમેરાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને ચાલેલા એમના સિદ્ધાન્તવિચાર, સ્વરૂપમીમાંસા અને પ્રત્યક્ષ વિવેચનમાં તેમ જ સંશોધનલક્ષી અભ્યાસમાં એમનાં આ સૌ વિવેચક-લક્ષણો હંમેશાં અનુસૂત રહ્યાં છે.
સંસ્કૃત સાહિત્યમીમાંસાઃ લેખનપ્રવૃત્તિના આરંભકાળથી જ સંસ્કૃત સાહિત્યમીમાંસા અને પ્રાચ્યવિદ્યાના ઊંડા, તલસ્પર્શી અભ્યાસથી એમની સજજતા કેળવાયેલી હતી. “પુરાતત્ત્વ” અને “કૌમુદી' જેવાં ગુજરાતી તથા ઈન્ડિયન હિસ્ટોરિકલ કવાર્ટલી", જર્નલ ઓફ ઍમ્બે એશિયાટિક સોસાયટી, જર્નલ ઑફ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયુટ' ઈ. જેવાં પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકોમાં એમના લેખ ૧૯૨૭ આસપાસથી પ્રકાશિત થવા માંડેલા. ૧૯૩૩માં “અલંકારપ્રવેશિકા (તથા એ પછી ૧૯૩૬માં “The Types of Sanskrit Drama') લખ્યા પછી છેક ૧૯૪૩માં એમનું પ્રથમ મહત્ત્વનું પુસ્તક “સંસ્કૃત નાટયસાહિત્યના વિકાસની રૂપરેખા' પ્રકાશિત થાય છે ત્યારે “ગુજરાતી, અંગ્રેજી કે બીજી કઈ ભાષામાં આ વિષયનું એક સ્વતંત્ર પુસ્તક