________________
પ્ર. ૧૧) રસિકલાલ પરીખ
.[૪૫૧ માં વિદ્યાપીઠ છોડી ૧૯૩૭માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી બન્યા એ વચ્ચેના ગાળામાં સંશોધનકાર્ય ઉપરાંત, રામનારાયણ પાઠક સાથે વિદ્યાપીઠમાળથી કરેલે, નાટક અને રંગભૂમિના પુનરુદ્ધારને પિતાને સંકલ્પ ફલિત કરવા વિશે તે વધુ સક્રિય બન્યા. જૂની રંગભૂમિ અને લેકનાટયનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો અને એનું અધ્યયન કર્યું. ભરતનાટયશાસ્ત્રના એમના સ્વાધ્યાયે, ભાસનાટકચક્ર પરની વિવેચનાત્મક વિચારણુએ તથા સંસ્કૃત નાટકોના અને ઇમ્સનાદિનાં યુરોપીય નાટકોના પરિશીલને વિકસેલાં રૂચિ-દષ્ટિથી વિદ્યાપીઠમાં એમણે કરેલા રંગભૂમિપ્રયોગોએ તેમ જ “રાઈને પર્વત’ જેવા શિષ્ટ નાટકને રંગભૂમિ પર ઉતારવાના સફળ પ્રયાસોએ એમની નાટયવિદ તરીકે શાખ બાંધેલી. એથી ૧૯૩૭ની રંગભૂમિ પરિષદના ઉદ્ઘાટન-પ્રવચન માટે એમને નિમંત્રણ મળ્યું. એ પ્રવચનમાં વ્યક્ત કરેલા નાટયવિદ્યામંદિરની સ્થાપનાના વિચારને પછી એમણે જ નટમંડળની સ્થાપનાથી ચરિતાર્થ કરી બતાવ્યું. ૧૯૪૧થી નિવૃત્તિપર્યત તે ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ રહ્યા. અહીં જુદી જુદી દિશાઓમાં એમનું પોતાનું અધ્યયન તો ચાલુ રહ્યું ને એના ફલસ્વરૂપે સર્જન-વિવેચનના ઉત્તમ ગ્રંથ એમની પાસેથી મળ્યા, પણ એ ઉપરાંત ગુજરાતની વિદ્યાકીય પ્રવૃત્તિનું પર્ષણસંવર્ધન પણ તે કરતા રહ્યા. નિવૃત્તિ પછી પણ એમને તેજસ્વી અધીત ચાલતે રહ્યો છે.
સાહિત્યસર્જન વાર્તા અને કવિતા: આ સદીને ત્રીજા-ચોથા દાયકાથી એમનું સાહિત્યસર્જન પણ કવિતા, વાર્તા, નાટક આદિ સ્વરૂપે ચાલતું રહ્યું છે. જીવનનાં વહેણો' (૧૯૪૧)ની વાર્તાઓની લખાવટમાં ક્યાંક સર્જકની માર્મિકતા અને વિનોદવૃત્તિને તથા એના નિરૂપણમાં જીવનના ઝીણું નિરીક્ષણના અને અભ્યાસશીલતાના ચમકારા વરતાય છે. આરંભની પ્રસંગકથા જેવી વાર્તાઓ પછીની કેટલીક સારી વાર્તાઓમાં વાર્તાકાર તરીકે એમને કંઈક વિકાસ પણ જોઈ શકાય છે. પરંતુ, હેતુલક્ષિતાથી પાંખું બનતું કથાગુંફન અને લાંબા સંભાષણોથી વિશીર્ણ બનતે કથાપ્રવાહ – એવી સ્વરૂપગત મર્યાદાઓ એમાં વિશેષ છે એથી સંગ્રહની સારી વાર્તાઓ પણ, સુન્દરમ કહે છે એવી, “વાર્તાલેખનની લગભગ સિદ્ધ અને મને હર કલાગરિમાએ પહોંચતી પ્રતીત થતી નથી. મૂસિકાર' ઉપનામથી એમણે લખેલાં કાવ્યના સંગ્રહ “સ્મૃતિ'(૧૯૫૨)માં પણ સર્જકતાને ઉન્મેષ તે મધ્યમ બરને જ રહી જાય છે. એમાંનાં બદ્ધ કાવ્ય, ખંડકાવ્યો અને સંવાદરૂપ કથાકાવ્ય, જૂની રંગભૂમિનાં ગીતોના ઢાળ પર લખેલા ગીતે ઈ.માં સર્જતાની ચમક અને પ્રયોગશીલતાના અંશો તે છે, કેટલાંક લાંબા