________________
પ્ર. ૧૧] વિજ્યરાય વૈદ્ય
[૪૪૯ આખીય આત્મકથા એમના પત્રકારજીવન પર જ કેન્દ્રિત રહી છે એ બહુ વિલક્ષણ, છતાં વિજયરાયના જીવનસંદર્ભે સ્વાભાવિક પણ છે.
અન્ય સાહિત્યની એકનિષ્ઠ ઉપાસના કરવાની ભાવનાથી પ્રેરાઈ વિજયરાયે કૌમુદીકાળમાં “કૌમુદી સેવકગણની યોજના કરેલી. વિવિધ ક્ષેત્રે સાહિત્યપ્રવૃત્તિને પ્રસારવાની આ યોજના સંદર્ભે સાહિત્યના બૃહદ્ વિશ્વકેશને પણ વિગતવાર આલેખ એમણે આપેલો. નિવૃત્ત થયા પછી, એમના આ મહત્વાકાંક્ષી સંકલ્પને કંઈક આકાર આપવાનો પ્રયાસ એમણે “સાહિત્યપ્રિય સાથી-૧' (૧૯૬૭) રૂપે કરી જોયો છે. કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓ, કેટલાક સર્જકે, દેશવિદેશનાં કેટલાંક સાહિત્યસ્વરૂપે ઉપરાંત સંસ્કૃતિ, ધર્મ આદિના કેટલાક ઘટક વિશેનાં, મોટે ભાગે પિતાનાં અને કેટલાંક બીજાનાં લખાણોના આ સંચય પાછળ, સાહિત્યરસિકને મદદરૂપ બને એવો સંદર્ભગ્રંથ આપવાને એમને આશય છે. પરંતુ એમાં લખાણોની પસંદગીમાં કોઈ એકવાક્યતા જળવાઈ નથી, ક્યાંક એમણે આડેધડ ઉતારા આપ્યા છે, સંપાદનનું પણ કોઈ ચોક્કસ ધોરણ સ્વીકારાયું નથી એ કારણે આખું કામ ઘણું નબળું રહી ગયું છે – સંદર્ભ કેશ તરીકે એનું કોઈ મૂલ્ય સ્થાપિત કરી શકાયું નથી.
આ ઉપરાંત ગંભીર નિબંધ, ઈતિહાસ, અનુવાદ વગેરેનાં પણ કેટલાંક પુસ્તકે એમણે આપ્યાં છે, “પહેલું પાનું (૧૯૩૬)માં ધર્મ અને ચિંતન વિશેના નિબંધો છે. “જયસાહિત્ય' નામે એમણે પ્રગટ કરેલી ત્રણ નાની પુસ્તિકાઓ(૧૯૭૦-૭૧)માં, એમણે જ “સંકર્ણિકા” તરીકે ઓળખાવેલાં લલિતલલિતેતર પ્રકીર્ણ લખાણે છે. “અર્વાચીન ગુજરાતનું સાંસ્કૃતિક દિગ્દર્શન' (૧૯૭૫) એ મરણોત્તર પ્રકાશનમાં સમાજ, ધર્મ, સાહિત્ય, શિક્ષણાદિ ક્ષેત્રમાંની ગુજરાતની ગતિવિધિને ચિત્રાત્મક ઈતિહાસ છે. “એક ક્રાંતિકારની આત્મકથા-૧, ૨ (૧૯૩૨ અને '૩૩), “દષ્ટિપરિવર્તન' (૧૯૩૪) અને “તિબિંગલ” (ભદ્રમુખ વૈદ્ય સાથે૧૯૬૨) – ચરિત્ર, નવલકથા આદિના અનુવાદ છે. “મનપસંદ નિબંધ' (૧૯૭૦) વગેરે કેટલાંક સંપાદને પણ એમણે આપ્યાં છે.
આ બધાંમાં વિજયરાયની વ્યાપક રુચિને, એમના સતત ઉત્સાહભર્યા પરિશ્રમને પરિચય થાય છે. પણ વિજયરાયનું યશોદાયી કામ તો એમની કારકિર્દીના પહેલા ત્રણેક દાયકાનું ગણાય. એ પછી વિવેચન, નિબંધ અને અન્ય સ્વરૂપમાં કરેલું એમનું કામ ગુણવત્તાની દૃષ્ટિએ ઊતરતું રહ્યું છે. એમની
ગુ. સા. ૨૭