________________
પ્ર. ૧૧] - વિજયરાય વધે
[૪૪૭ પાન'(૧૯૪૨)માં નર્મદના “ડાંડિયો'ના મળી શક્યા એટલા અંકેની નોંધપાત્ર અને મૂલ્યવાન સામગ્રીને ખૂબ એકસાઈપૂર્વક અને વ્યવસ્થિત રીતે તારવીને એનું એમની લાક્ષણિક શૈલીમાં સરસ નિરૂપણ કર્યું છે. હકીકતને વિકૃત કર્યા વિના નવીન જાણકારીને વધુ રસપ્રદ કરીને એમણે આપી છે ને એની પશ્ચાદ્ભૂમાં નર્મદના વ્યક્તિત્વને પણ એમણે ઉપસાવી આપ્યું છે. પરંતુ “પારસના સ્પર્શ (૧૯૬૩)માંના એક દીર્ધ લેખ “વશિષ્ઠગાથા'માં, પુરાણોમાંની વશિષ્ઠકથાને અભ્યાસ કરીને એમણે આલેખેલું વશિષ્ઠનું સંશોધનમૂલક ચરિત્ર, કલ્પનાત્મક અંશેની ભેળસેળથી, પ્રમાણભૂત રહી શક્યું નથી. આ પુસ્તકમાંનાં અન્ય લખાણ પણ, આસ્વાદ્યતાના અંશો ધરાવતાં હોવા છતાં, ઇતિહાસના તને લીવેડાથી ધૂંધળાં બનાવતી મર્યાદાવાળાં છે.
નીલમ અને પિખરાજ (૧૯૬૨) તથા “માણેક અને અકીક (૧૯૬૭) એ બે પ્રકીર્ણ લેખસંગ્રહમાં સાહિત્યવિચારણું અને ગ્રંથસમીક્ષાના પણ કેટલાક લેખો છે. આ બંને પુસ્તકોમાં એમણે કેટલાક સર્જકે સાથેનાં પિતાનાં સંસ્મરણો અને એમનાં વ્યક્તિચિત્રો આલેખ્યાં છે. એમાં વિજયરાયની ગદ્યશૈલીને પ્રસન્નકર પરિચય મળે છે.
સર્જનાત્મક ગદ્ય નિબંધઃ વિજયરાયના “લાક્ષણિક ગદ્યવિલાસને નિબંધિકા, પ્રવાસ, ચરિત્ર, આત્મકથા જેવાં સ્વરૂપમાં વિશેષ અવકાશ મળ્યો છે. વિવેચન પછી સૌથી વધુ પ્રમાણમાં એમણે ખેડેલો પ્રકાર અગંભીર નિબંધને છે. “પ્રભાતના રંગ' (૧૯૨૭), નાજુક સવારી' (૧૯૩૮), “ઊડતાં પાન' (૧૯૪૫) અને દરિયાવની મીઠી લહર' (૧૯૬૫) એમણે “વિનોદકાન્ત” ઉપનામથી લખેલી કટાક્ષપ્રધાન અને આત્મલક્ષી નિબંધિકાઓને સંગ્રહ છે. ગંભીર વિષયનું વિનોદપૂર્ણ અને રસળતી શૈલીમાં કરેલું લહેરાતું નિરૂપણુ તથા પત્રકાર, અધ્યાપક તરીકેના પિતાના
જીવન-પ્રસંગો અને અનુભવોની વિલક્ષણતાનું હાસ્ય-કટાક્ષમય આલેખન એની વિશેષતા છે. નિખાલસતા અને માર્મિકતા એમાં આસ્વાદ્ય બને છે છતાં ક્યારેક ગાંભીર્યને ભાર નિબંધને પૂરા નિબંધ થતાં અટકાવે છે, હાસ્ય ક્યાંક તાણતૂસીને ઊભું કરેલું લાગે છે અને એમાંનું શૈલીચિઠ્ય પણ ક્યારેક નડતરરૂપ બને છે. આ નિબંધસંગ્રહોમાં એમણે અંગ્રેજી પ્રકારના સંવાદે અને કેટલીક વાર્તાઓ પણ (વિશેષે “પ્રભાતના રંગમાં) સામેલ કરેલાં છે પણ એમાં શૈલીની વિલક્ષણતા સિવાય, સ્વરૂપ દૃષ્ટિએ તે ખાસ કશું ધ્યાનપાત્ર બનતું નથી. આ બધું પત્રકારત્વની ઉપનીપજ જેવું વિશેષ છે.