________________
૪૪૨].
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ જીવનભર તે એ પત્રકાર જ રહ્યા. “માનસી” ૧૯૬૦ સુધી ચાલુ રહ્યું. એ પછી એમણે થોડાક સમય (૧૯૬૨-૬૩ના અરસામાં) રોહિણ” નામની સંસ્કાર પત્રિકા પણ ચલાવેલી. છઠ્ઠા દાયકા પછી એમની લેખનપ્રવૃત્તિ ઘણી મંદ પડી ગઈ હતી. છેલ્લાં કેટલાંક વર્ષ ભાવનગરમાં એમણે પૂર્ણ નિવૃત્ત જીવન ગાળ્યું. ૧૯૭૪ની ૧૭મી એપ્રિલે એમનું અવસાન થયું.
પત્રકારત્વ પત્રકારત્વ વિજયરાયની સાહિત્યિક કારકિદીનું પ્રમુખ અંગ છે. વિવેચનને સર્જનલક્ષી બનાવવા પાછળ રહેલી વિલક્ષણ પણ નિર્ભેળ સાહિત્યસેવાવૃત્તિ, એક નવીન આબેહવા સર્જવાની ખ્વાહેશ તેમ જ જૂના સામે બંડ અને નવાની નેકી' પિકારવાને યુયુત્સાપૂર્ણ અભિનિવેશ વિજયરાયને શરૂઆતથી જ પત્રકારત્વ તરફ ખેંચે છે અને એ એમની શક્તિઓનું યોગ્ય માધ્યમ બની રહે છે. સમકાલીન સાહિત્યિક ઘટનાઓ, સાહિત્યવિવેચનની ચર્ચાઓ અને ઊહાપોહો, સર્જકના અંગત પરિચયો, “પાંચસોએક શબ્દોમાં “હજારેક શબ્દોમાં શીર્ષકથી થતાં વિશિષ્ટ રીતિનાં અવલેકને – એવી વૈવિધ્યપૂર્ણ અને નવીન સામગ્રીથી એમનાં સામયિકે એ તત્કાલીન સાહિત્યિક વાતાવરણને જીવંત અને સ્મૃતિભર્યું રાખેલું. એમની સર્જન-વિવેચનપ્રવૃત્તિ માટે સૌથી મૂલ્યવાન બનેલા અને ચેતનવંત રહેલા પહેલા બે-અઢી દાયકા દરમ્યાન એમનું પત્રકારકાર્ય પણ એટલું જ પ્રભાવક નીવડેલું છે. સાહિત્યનાં સ્થગિત મૂલ્યો સામે બંડ પોકારતી, ઉત્સાહી અને તેજસ્વી કલમને “કૌમુદી” અને “માનસી”માં એમણે અવકાશ કરી આપ્યો. પિતે પણ સતત લખતા રહીને આવાં વાદયુદ્ધોને પ્રેરકબળ પૂરું પાડેલું. પ્રભાવવાદી વિવેચનાને પણ એમનાં સામયિકાએ પેલી અને સંવધી.
તંત્રી તરીકે વિજયરાય નવીન વલણના જેવા ઉત્સાહી ઉપાસક હતા એવા જ સંપાદનની એકસાઈવાળા, સંનિષ્ઠ અને મૂલ્યવત્તાના આગ્રહી હતા. એટલે સાહિત્યિક પત્રકારત્વનાં ઊંચાં ધારણા પણ એમણે સ્થાપી આપ્યાં. આપણે ત્યાંનાં સાહિત્યિક સામયિકના ઇતિહાસમાં કૌમુદી' અને “માનસી”નું સ્થાન નિઃશંકપણે ઘણું ઊંચું અને ગૌરવપૂર્ણ ગણાશે.
પત્રકાર વિજયરાયના વિવેચનકાર્યને એક ગતિ આપી. એમનાં કેટલાંક સ્વને પણ એમાં કંઈક અંશે સાકાર થયેલાં છે. વિવેચક ઉપરાંત નિબંધકાર તરીકેના એમના વિકાસમાં પણ પત્રકારત્વનો હિસ્સો છે. પરંતુ, આ પત્રકારત્વે જ એમની ઘણુ શક્તિઓને કંઈક અંશે સીમિત પણ કરી દીધી છે. નવીનતાને આરાધતી, ઝમકદાર, અને ચાપલ્યના અંશેવાળી શેલીએ એમનાં કેટલાંક લખાણોને